________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૩-૨૪
૮૭
આટલો વિસ્તૃત છે એવો ભેદ ધૂમાડાને જોઈને અગ્નિનો નિર્ણય કરાય તે સ્થાનમાં થતો નથી. તે રીતે કલ્યાણના અર્થી જીવ અનુમાન કરે છે કે, ગુણસંપન્ન પુરુષની ઉપાસના કરવાથી પોતાનામાં ગુણ આવિર્ભાવ પામે છે, પરંતુ આ પ્રકારના અનુમાનથી એ નિર્ણય થતો નથી કે, ઉપાસનાના વિષયભૂત ગુણસંપન્ન પુરુષ અનાદિશુદ્ધ છે કે સાદિશુદ્ધ છે, દેહવ્યાપી છે કે સર્વવ્યાપી છે, માટે અનુમાનના વિષયમાં વિશેષનો નિર્ણય થઈ શકતો ન હોય, તે વખતે ઉપાસ્ય એવા પૂર્ણપુરુષવિષયક તેના ભેદનું નિરુપણ કરવું એ અસ્થાન પ્રયાસ છે.
વળી યોગમાર્ગની પ્રવૃત્તિ કરનાર જીવ વિચારે છે કે, ભવનું કોઈક કારણ છે તેને દૂર કરવા અર્થે યોગમાર્ગનું સેવન કરવું જોઈએ, તેથી ભવનો ઉચ્છેદ થાય, આ પ્રકારના અનુમાનમાં યોગમાર્ગના સેવનથી ઉચ્છેદ કરવા યોગ્ય એવા ભવના કારણવિષયક મૂર્તત્વ-અમૂર્તત્વાદિનો નિર્ણય થતો નથી, પરંતુ એટલું જ અનુમાન થાય છે કે, યોગમાર્ગના સેવનથી ભવના કારણનો ઉચ્છેદ થાય છે, તેથી ભવના કારણવિષયક ભવનું કારણ મૂર્ત છે કે અમૂર્ત છે, ઇત્યાદિગવેષણ કરવું એ અસ્થાન પ્રયાસ છે. I૨૩॥
અવતરણિકા :
इत्थं च भवकारणमात्रज्ञानात्तदपनयनार्थं गुणवत्पुरुषविशेषाराधनं कर्तव्यं, विशेषविमर्शस्तु निष्प्रयोजन इति कालातीतमतं व्यवस्थितं, एतच्चास्माकमपि विशेषविमर्शाक्षमस्य स्वाग्रहच्छेदाय सामान्ययोगप्रवृत्त्यर्थमनुमतं, अन्यस्य तु निरभिनिवेशस्य शास्त्रानुसारेण विशेषविमर्शोऽपि भगवद्विशिष्टोपासनारूपतयाऽश्रद्धामलक्षालनेन तत्त्वज्ञानगर्भवैराग्यजीवातुभूतत्वाद्विशिष्टनिर्जराहेतुरिति न सर्वथा तद्वैफल्यमित्यभिप्रायवानाह
અવતરણિકાર્ય :
અને આ રીતે=શ્ર્લોક-૧૭થી ૨૩માં વર્ણન કર્યું એ રીતે, ભવકારણ માત્રના જ્ઞાનથી તેના અપનયન માટે=ભવના કારણને દૂર કરવા માટે, ગુણવાન પુરુષવિશેષનું આરાધન કરવું જોઈએ, વળી વિશેષવિમર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org