________________ 72 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૮-૧૯ ક ... રેવતમ્ | જે કારણથી મુક્ત, બુદ્ધ અને અહમ્ જ્ઞાનાદિ અતિશયસ્વરૂપ ઐશ્વર્યથી સમન્વિતયુક્ત, વર્તે છે, તે કારણથી તે જ મુક્તાદિ અર્થાત્ અન્ય દર્શનકારોએ ઉપાસ્યરૂપે સ્વીકારેલ મુક્તાદિ, અમારા વડે= કાલાતીત વડે, સ્વીકારાયેલ ઈશ્વર થાય અહીં મુક્તાદિ પ્રજ્ઞાપનામાં અર્થાત્ મુક્તાદિ ઉપાસ્ય દેવ છે એ પ્રકારના કથનમાં, કેવલ સંજ્ઞાભેદ છે નામનો ભેદ છે. 18. ભાવાર્થ :કાલાતીતે દેવતાની ઉપાસનાનો કહેલ માર્ગ સર્વ દર્શનકારોની સાથે સમાન છે તેનું સ્પષ્ટીકરણ : કાલાતીત નામના શાસ્ત્રકાર કહે છે કે, પરબ્રહ્મવાદી ઉપાસ્યદેવને મુક્ત કહે છે, બૌદ્ધો ઉપાસ્યદેવને બુદ્ધ કહે છે, અને જૈનો ઉપાસ્યદેવને અરિહંત કહે છે, આમ કહીને તે તે ઉપાસ્યદેવને જ્ઞાનાદિના અતિશયરૂપ ઐશ્વર્યથી યુક્ત સ્વીકારે છે અને કાલાતીત કહે છે કે, અમે પણ જ્ઞાનાદિના અતિશયથી યુક્ત એવા ઈશ્વરને ઉપાસ્યરૂપે સ્વીકારીએ છીએ, તેથી સર્વદર્શનકારોના ઉપાસ્ય જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ પુરુષ છે, તેથી જેને અમે ઈશ્વર કહીએ છીએ તે ઈશ્વરને ઉપાય સ્વીકારીને સર્વ દર્શનકારો તેના જુદા જુદા નામો આપે છે, તેથી ઉપાયના સ્વરૂપમાં કોઈને વિવાદ નથી માત્ર ઉપાસ્ય એવા દેવનું નામ દરેક દર્શનકારો જુદું જુદું કહે છે, તેથી નામમાત્રના ભેદથી ઉપાસ્યનો ભેદ થાય નહિ, પરંતુ ઉપાસ્યનું સ્વરૂપ સર્વને સમાન સંમત હોવાથી બધાના ઉપાસ્યદેવ એક જ છે, એ પ્રમાણે કાલાતીત કહે છે. ll18II અવતરણિકા - परकल्पितविशेषनिराकरणायाह - અવતરણિતાર્થ : પરકલ્પિત વિશેષના નિરાકરણ માટે કાલાતીત કહે છે - ભાવાર્થ : શ્લોક-૧૮માં કાલાતીતે કહેલું કે સર્વ દર્શનકારોના ઉપાસ્યદેવ જ્ઞાનાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org