________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૧ કર્મ, આદિ શબ્દથી સૌગતોને=બૌદ્ધોને, વાસના, શૈવોને પાશ=બંધન જે કારણથી ભવનું કારણ સંસારનો હેતુ, અભિમત છે. તે કારણથી અવિદ્યાદિનું ભકારણપણારૂપ હેતુથી પ્રધાન જ એવું તે અમારા વડે સ્વીકારાયેલું= કાલાતીત વડે સ્વીકારાયેલું, ભવનું કારણ છતું સંજ્ઞાભેદરૂપ નામનું વાવાપણું= જુદાપણું, સ્વીકારાયેલું છે.
ચાર શ્લોકમાં રહેલ ‘ર' શબ્દ વક્તવ્યાંતરના સૂચન માટે છે અર્થાત્ ઈશ્વરના વક્તવ્ય કરતાં ભવના કારણરૂપ અન્ય વક્તવ્યના સૂચન માટે છે. li૨૧] ભાવાર્થ – ' સંસારના કારણોનો નામભેદ નિરર્થક છે, એ પ્રકારે કાલાતીતનું અન્ય વક્તવ્ય :
કાલાતીત નામના ઋષિ કહે છે કે, સર્વદર્શનકારોના ઉપાસ્ય પૂર્ણપુરુષ છે. તે પૂર્ણપુરુષરૂપે અમને અભિમત એવા ઈશ્વરની અન્ય દર્શનકારો નામભેદથી ઉપાસના કરે છે.
વળી અન્ય પણ વક્તવ્ય કાલાતીત કહે છે કે, અમે પુરુષ અને પ્રકૃતિ પ્રધાન સ્વીકારીએ છીએ અને પ્રધાનને ભવનું કારણ કહીએ છીએ અને તે પ્રધાનને વેદાંતીઓ અવિદ્યા, સાંખ્યો ક્લેશ, જૈનો કર્મ, સૌગતોકબૌદ્ધો, વાસના અને શૈવો પાશ=બંધન, કહે છે, તેથી અમે ભવના કારણને પ્રધાન કહીએ છીએ, તે ભવના કારણને અન્ય દર્શનકારો જુદું જુદું નામ આપે છે, તેથી જે અમને અભિમત છે, તે સર્વને અભિમત છે એમ ફલિત થાય છે. એ પ્રમાણે કાલાતીત કહે છે. વિશેષાર્થ :
કાલાતીતનો આશય એ છે કે, ભવ એ વિડંબણારૂપ છે અને ભવનું કારણ પ્રધાન છે, ભવથી છૂટવા માટે જગત્વર્તી જીવો પૂર્ણપુરુષની ઉપાસના કરે છે, અને પૂર્ણપુરુષની ઉપાસનાથી સાધ્ય ભવનો અંત છે, તેથી સર્વદર્શનકારો મોક્ષ અર્થે ઉપદેશ આપે છે, અને તેના ઉપાયરૂપે પૂર્ણપુરુષની ઉપાસના કરવાનું કહે છે, અને ભવનું કારણ અવિદ્યાદિ છે, તે સર્વ કથનમાં સર્વદર્શનકારોની એકવાક્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org