________________
૭૯
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૦
વળી બૌદ્ધદર્શનકાર કહે છે કે, સ્વભાવભેદની સાથે અર્થક્રિયાકારિપણાનું નિયતપણું છે, અને આત્મા અર્થક્રિયાકારી છે માટે અનિત્ય છે.
આશય એ છે કે, દરેક પદાર્થો પ્રતિક્ષણ કોઈક અર્થને અનુકૂળ ક્રિયા કરે છે, તેથી પદાર્થનું લક્ષણ અર્થક્રિયાકારિત્વ છે, અને અર્થક્રિયાકારિત્વ વસ્તુનું લક્ષણ સ્વીકારીએ તો વસ્તુ પ્રતિક્ષણ અન્ય અન્ય સ્વરૂપે પ્રાપ્ત થાય છે તેમ સ્વીકારવું પડે, અને વસ્તુ પ્રતિક્ષણ અન્ય અન્ય સ્વરૂપે પ્રાપ્ત થાય છે તેમ સ્વીકારીએ તો વસ્તુનો પ્રતિક્ષણ સ્વભાવભેદ પ્રાપ્ત થાય, તેથી સ્વભાવભેદથી વસ્તુભેદ છે તેમ માનવું પડે, માટે આત્મારૂપ વસ્તુનો પણ પ્રતિક્ષણ સ્વભાવભેદ પ્રાપ્ત થતો હોવાથી આત્મા અનિત્ય છે. આ રીતે વેદાંતી અને બૌદ્ધની યુક્તિઓનો પરસ્પર વિરોધ છે.
આનાથી એ ફલિત થાય છે કે, અતીન્દ્રિય પદાર્થોને સિદ્ધ કરવા માટે જે યુક્તિઓ અપાય છે, તે યુક્તિઓ અનુમાનાભાસરૂપ છે, તેથી તે યુક્તિઓનો પ્રાયઃ વિરોધ પ્રાપ્ત થાય છે, માટે તે તે દર્શનની પરસ્પર વિરોધી એવી યુક્તિઓના બળથી આત્મા અનાદિશુદ્ધ છે કે આત્મા પ્રતિક્ષણભંગુર છે તેવો નિર્ણય થઈ શકે નહિ, માટે ઈશ્વરને કેટલાક અનાદિશુદ્ધ કર્યું છે તો વળી કેટલાક પ્રતિક્ષણભંગુર કહે છે તે સર્વ નિરર્થક છે, પરંતુ સર્વને ઉપાસ્યરૂપે પૂર્ણપુરુષ અભિમત છે તે પ્રમાણ છે એમ કાલાતીત કહે છે.
(૩) પરમાર્થથી ઉપાસ્ય એવા પૂર્ણપુરુષને અનાદિશુદ્ધ કહીને કોઈ આરાધના કરે, તો વળી અન્ય કોઈ ઉપાસ્ય એવા પૂર્ણપુરુષને સાદિશુદ્ધ કહીને આરાધના કરે, તો વળી અન્ય કોઈ પ્રતિક્ષણભંગુર સ્વીકારીને આરાધના કરે, તો તે આરાધનાના ફળરૂપે ક્લેશલય સર્વને સમાન રીતે પ્રાપ્ત થાય છે, કેમ કે સર્વ ઉપાસકો રાગાદિરહિત એવા પૂર્ણપુરુષને ઉપાસ્ય સ્વીકારીને તેમાં તન્મય થવા યત્ન કરે ત્યારે તેમનામાં વર્તતો પૂર્ણપુરુષ પ્રત્યેનો બહુમાનભાવ ફળને આપનાર છે, અને સર્વદર્શનકારોના ઉપાસ્ય એવા મુક્તાદિમાં ગુણનો પ્રકર્ષ સમાન છે, તેથી ગુણના પ્રકર્ષરૂપે ઉપાસના કરવાથી સમાન ફળ પ્રાપ્ત થાય છે, આમ છતાં પોતાના ઉપાસ્યદેવ અનાદિશુદ્ધ છે કે સાદિશુદ્ધ છે ઇત્યાદિ ભેદ કરવા માત્રથી ફળમાં કોઈ ભેદ પડતો નથી, માટે પૂર્ણપુરુષની અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદ કલ્પના નિરર્થક છે એમ કાલાતીત નામના પુરુષવિશેષ કહે છે. ll૨૦માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org