________________
૭૮
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકાશ્લોક-૨૦ વિશેષનું અપરિજ્ઞાન હોવાને કારણે અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદ નિરર્થક :
(૧) છમસ્થ જીવોને વિશેષનું અપરિજ્ઞાન છે=આ ઉપાસ્યદેવ અનાદિશુદ્ધ છે કે સાદિશુદ્ધ છે તેનું અપરિજ્ઞાન હોવાને કારણે અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદની કલ્પના નિરર્થક છે. યુક્તિઓનો જાતિવાદ હોવાથી પ્રાયઃ વિરોધ હોવાને કારણે અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદ નિરર્થક :
(૨) યુક્તિઓનો જાતિવાદ હોવાથી પ્રાયઃ વિરોધ છે માટે તે તે દર્શનકારો અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદની કલ્પના કરે છે તે અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદની કલ્પના નિરર્થક છે. ભાવથી ફળનો અભેદ હોવાને કારણે અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદ નિરર્થક :
(૩) પરમાર્થથી અનાદિશુદ્ધ કે સાદિશુદ્ધ એવા પૂર્ણપુરુષની ઉપાસનાથી સાધ્ય ક્લેશના ક્ષયરૂપ ફળનો અભેદ હોવાને કારણે અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદની કલ્પના નિરર્થક છે.
આશય એ છે કે – (૧) ઉપાસકો અર્વાગુદર્શી છે અર્થાત્ સન્મુખ રહેલા પદાર્થને જોનારા છે, અને ગુણવાન પુરૂષની ઉપાસના કરીને ગુણપ્રાપ્તિ અર્થે ઈશ્વરની ઉપાસના કરે છે, અને છમસ્થ જીવો પ્રત્યક્ષથી જોઈ શકતા નથી કે ઉપાસ્ય એવા ઈશ્વર અનાદિશુદ્ધ છે કે સાદિશુદ્ધ છે, સર્વગત છે કે અસર્વગત છે માટે ઈશ્વરના તેવા ભેદોની કલ્પના કરવી તે સર્વદર્શનકારોની કલ્પના નિરર્થક છે.
(૨) વેદાંતીઓ આત્માને નિત્ય કહે છે અને તેમાં યુક્તિ આપે છે કે આત્મા પ્રપંચનું અધિષ્ઠાન છે માટે નિત્ય છે, અર્થાત્ જેમ અગ્નિમાંથી સ્ફલિંગો નીકળે છે, તે સ્ફલિંગો જ્યારે નીકળતા હોય ત્યારે તે અગ્નિનું અસ્તિત્વ અવશ્ય હોય છે, અને શુદ્ધ બ્રહ્મમાંથી અગ્નિમાંથી સ્ફલિંગની જેમ આ બ્રહ્મના અંશો નીકળે છે, તેથી સ્ફલિંગરૂપ જે પ્રપંચ છે તેનું અધિષ્ઠાન શુદ્ધ બ્રહ્મરૂપ આત્મા છે, અને પ્રપંચ સતત વિદ્યમાન છે, તેથી તે પ્રપંચનું અધિષ્ઠાન બ્રહ્મરૂપ આત્મા નિત્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org