________________ 70 ઈશાનુગ્રહવિચારદ્વાત્રિશિકા/બ્લોક-૧૭ પણ આ પ્રમાણે કહે છે, તેથી કાલાતીત નામના શાસ્ત્રકારના વચનને બતાવતાં કહે છે - કાલાતીત નામના શાસ્ત્રકાર કહે છે કે, દેવતાદિવિષયક નામભેદ હોય, કાંઈક સ્વરૂપભેદ હોય અર્થાત્ અનાદિમુક્ત કે આદિમાન મુક્ત ઇત્યાદિરૂપે કાંઈક સ્વરૂપભેદ હોય, તોપણ પરમાર્થથી રાગાદિથી રહિત અને ગુણોથી પૂર્ણ પુરુષ ઉપાસ્ય છે, એ રૂપ એકવિષયપણાથી ઉપાસક માટે ઉપાસ્ય એવા દેવ સ્વીકારવા યોગ્ય છે અને એ પ્રકારે જેમ અમે=કાલાતીત કહે છે, તેમ મુક્તાદિવાદીઓ અને અવિદ્યાદિવાદીઓ પોતાના ઉપાસ્ય એવા દેવને ભિન્ન ભિન્ન નામથી કહે છે, તેઓના મતથી પણ ઉપાસ્ય એવા દેવતાદિવિષયક આ માર્ગ વ્યવસ્થિત છે. આનાથી એ ફલિત થાય છે કે, જ્યાં સુધી કયા દેવ શુદ્ધમાર્ગને બતાવનારા છે અને તેઓએ બતાવેલો યોગમાર્ગ કષ, છેદ અને તાપશુદ્ધ છે ઇત્યાદિ વિશેષનો નિર્ણય જેમને થયેલો નથી, તેવા ઉપાસક જીવોએ ઉપાસ્યના સ્વરૂપના વિષયમાં “આજ દેવની ઉપાસના થાય, અન્ય દેવની ઉપાસના ન થાય” એવો કલહ કરવો ઉચિત નથી, “આ જ દેવની ઉપાસના થાય અન્ય દેવની નહિ” તેવો અભિનિવેશ રાખવો પણ ઉચિત નથી, પરંતુ રાગાદિથી રહિત ગુણોથી પૂર્ણ એવા જે હોય તે નામથી મહાદેવ કહેવાતા હોય કે વિષ્ણુ કહેવાતા હોય કે તીર્થકરો કહેવાતા હોય તેઓની ઉપાસના ઉપાસકોએ કરવી જોઈએ, જેથી તેઓની ઉપાસનાથી પોતાનામાં રહેલા રાગાદિ ભાવોની અલ્પતા થાય અને ક્રમે કરીને વિશેષ યોગમાર્ગની પ્રાપ્તિ થાય. અહીં મુક્તાદિવાદી અને અવિદ્યાદિવાદી કહેવાથી એ પ્રાપ્ત થાય છે, કેટલાક દર્શનકારો આત્માની શુદ્ધ અવસ્થાને “મુક્ત' કહે છે, તો અન્ય વળી “બુદ્ધ” કહે છે તો અન્ય વળી અન્ય શબ્દોથી કહે છે, તે સર્વને યોગમાર્ગના સેવનથી આત્માની પ્રાપ્ત કરવા યોગ્ય અવસ્થા એક જ છે, ફક્ત તેને જુદા જુદા નામોથી કહે છે. અને સંસારના કારણને કોઈ “અવિદ્યા' કહે છે તો કોઈ અન્ય અન્ય શબ્દોથી સંસારના કારણને સ્વીકારે છે અને યોગમાર્ગના સેવન દ્વારા તેઓ અવિદ્યાદિના નાશનો જ ઉપદેશ આપે છે. તેથી સર્વ દર્શનકારો મોક્ષની પ્રાપ્તિનો ઉપાય યોગ કહે છે અને યોગથી નાશ્ય એવી અવિદ્યાને જ જુદા જુદા શબ્દોથી કહે છે. II૧ળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org