________________ 3 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૮ છે”, “તેનો જપ=પ્રણવનો જપ, તેના અર્થનું પ્રણવના વાચ્ય એવા ઈશ્વરરૂપ અર્થનું, ભાવન છે", “તેનાથીeતે જપથી અને તેના અર્થના ભાવથી અર્થાત્ ઈશ્વરના જપથી અને પ્રણવના વાચ્ય એવા ઈશ્વરરૂપ અર્થના ભાવનથી, પ્રત્યફ ચેતનાનો અધિગમ થાય છે અર્થાત્ વિષયના પ્રતિકૂળપણાથી સ્વ અંત:કરણને અભિમુખ એવી ચેતનાનો અધિગમ થાય છે અને અંતરાયોનો અભાવ થાય છે એ પ્રમાણે પાતંજલ યોગસૂત્ર ૧/૨૭-૨૮-૨૯માં પ્રસિદ્ધિ હોવાને કારણે ગુણવિશેષવાળા પુરુષના પ્રણિધાનનું મહાફળપણું છે. ભાવાર્થ - શ્લોક-૭માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આર્થવ્યાપારને આશ્રયીને ઈશ્વરનો અનુગ્રહ ઘટે છે અને એ રીતે આર્થવ્યાપારને આશ્રયીને ઈશ્વરનો અનુગ્રહ સ્વીકારવામાં આવે તો પતંજલિઋષિએ પાતંજલ યોગસૂત્ર ૧૨૭-૨૮-૨૯માં જે કહ્યું છે તે યુક્ત સંગત થાય છે પતંજલિઋષિએ શું કહ્યું છે તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે ઑકાર દ્વારા ઈશ્વરના જપથી વિપ્નોનો નાશ : પ્રણવ દ્વારા=ઑકાર દ્વારા, ઈશ્વરના સ્વરૂપના ભાવનપૂર્વક ઈશ્વરના જપથી વિનોનો નાશ થાય છે. આનાથી એ ફલિત થાય છે કે, કોઈ પુરુષ ઈશ્વરને ગુણવાન પુરુષ તરીકે ઉપસ્થિત કરીને જાપ કરે તો તેમનું ચિત્ત ગુણવાન એવા ઈશ્વરના સ્વરૂપથી ભાવિત થવાને કારણે ગુણવાન એવા ઈશ્વર પ્રત્યે રાગભાવવાળું થાય છે, તે વીતરાગતાના રાગ સ્વરૂપ છે અને તે રાગને કારણે યોગમાર્ગની નિષ્પત્તિમાં બાધક એવા કર્મોરૂપ વિપ્નોનો સંક્ષય થાય છે; કેમ કે અવીતરાગભાવથી યોગમાર્ગના બાધક એવા કર્મો બંધાયેલા, તે કર્મો યોગમાર્ગમાં વિજ્ઞભૂત છે, અને વીતરાગના રાગથી જપ કરનારનો આત્મા વીતરાગભાવને અભિમુખપરિણામવાળો બને છે, તેથી અવીતરાગભાવથી બંધાયેલા વિપ્ન આપાદક કર્મોનો ક્ષય થાય છે. ઈશ્વરના જપથી પ્રત્યક્રચૈતન્યનો લાભ - ઈશ્વરના ગુણોના પ્રણિધાનપૂર્વક ઈશ્વરના જપથી વિષયના પ્રતિકૂળપણાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org