________________ 41 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૭-૮ સ્વસિદ્ધાંતની નીતિથી આર્થવ્યાપારને આશ્રયીને ઈશ્વરનો અનુગ્રહ - સ્વસિદ્ધાંત અનુસાર ચરમભવમાં તીર્થકરો સન્માર્ગ બતાવે છે તે સન્માર્ગને સાંભળીને યોગ્ય જીવોમાં યોગમાર્ગ ઉલ્લસિત થાય છે, તેથી ઈશ્વરથી સામર્થ્ય પ્રાપ્ત એવું તેમની આજ્ઞાના પાલન સ્વરૂપ વ્યાપાર યોગ્ય જીવોમાં પ્રગટ થાય છે, પરંતુ જીવોની ઇચ્છા વગર અત્યંત ઈશ્વર દ્વારા યોગમાર્ગની પ્રવૃત્તિ જીવોમાં થતી નથી તે અપેક્ષાએ ઈશ્વરનો અનુગ્રહ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. આનાથી એ ફલિત થાય છે કે તીર્થંકરો ઉપદેશ આપે છે અને જે જીવોમાં અનુગ્રાહ્યસ્વભાવ છે તે જીવોમાં તીર્થકરનો ઉપદેશ સમ્યક પરિણમન પામે છે, તેથી યોગ્ય જીવો તીર્થકરની આજ્ઞાનું પાલન કરે છે. તીર્થકરની આજ્ઞાપાલન સ્વરૂપ તે વ્યાપાર જીવો સ્વપરાક્રમથી કરે છે તોપણ અર્થથી તીર્થકરોના વચનથી જીવો યોગમાર્ગમાં પ્રવૃત્ત થાય છે, માટે તીર્થકરના અનુગ્રહથી યોગની સિદ્ધિ છે તેમ કહેવામાં કોઈ વિરોધ નથી. વિશેષાર્થ : જેમ - કુંભાર પોતાની ઇચ્છાનુસાર માટીમાંથી ઘડો કરે છે, તેમ ઈશ્વર પોતાની ઇચ્છાના બળથી જીવોમાં યોગની નિષ્પત્તિ કરતા નથી, પરંતુ જેમ કોઈને શાસ્ત્રની કોઈ પંક્તિ સ્વયં બેસતી ન હોય અને યોગ્ય ઉપદેશક તેમને સમજાવે અને તેમના સમજાવવાના પ્રયત્નથી શ્રોતામાં પંક્તિને યથાર્થ સ્થાને જોડવાનો અનુકૂળ વ્યાપાર ઉલ્લસિત થાય, ત્યારે ઉપદેશકના સામર્થ્યથી પ્રાપ્ત એવો તે શ્રોતાનો બોધને અનુકૂળ વ્યાપાર છે. તેમ ઈશ્વરના ઉપદેશથી યોગ્ય જીવોમાં તેમની આજ્ઞાપાલનને અનુકૂળ જે વ્યાપાર થાય છે તે ઈશ્વરના સામર્થ્યથી પ્રાપ્ત છે, પરંતુ અત્યંત ઈશ્વરની ઇચ્છાથી જ તે આજ્ઞાપાલનનો વ્યાપાર થયો નથી. III શ્લોક : एवं च प्रणवेनैतज्जपात् प्रत्यूहसंक्षयः / प्रत्यक्चैतन्यलाभश्चेत्युक्तं युक्तं पतञ्जलेः / / 8 / / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org