________________ પ૭ ઈશાનુગ્રહવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૧૩ ૧રમાં વર્ણન કર્યું એ વિક્ષેપો, પેદા થાય છે. અને આ ચિત્તના દોષો સોપક્રમ કર્મથી ઉત્પન્ન થયેલા હોય તો ઈશ્વરના જપથી નાશ પામે છે, અને નિરુપક્રમ કર્મથી ઉત્પન્ન થયેલા હોય તો દોષના અનુબંધની શક્તિ નાશ પામે છે. આશય એ છે કે, ચિત્તમાં વિક્ષેપ કરનારા રાગાદિ ભાવો યોગમાર્ગની પ્રવૃત્તિમાં એકાગ્રતા લાવવામાં બાધ કરનારા છે, અને તે રાગાદિ ભાવો સોપક્રમ કર્મના ઉદયથી વર્તતા હોય તો પુરુષના પ્રયત્નથી નિવર્તન પામે તેવા છે, તેથી કોઈ યોગી દૃઢ પ્રણિધાન કરીને ઈશ્વરનો જપ કરે તો ઈશ્વરના ગુણો પ્રત્યે રાગવાળું ચિત્ત બને છે, અને ઈશ્વરના ગુણો પ્રત્યે રાગવાળું થયેલું ચિત્ત હોય ત્યારે યોગમાર્ગમાં બાધક એવા સોપક્રમ કર્મથી થયેલા રાગાદિ ભાવો નિવર્તન પામે છે, તેથી યોગી એકાગ્રતાપૂર્વક યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે છે, આથી જ દુષ્કતની ગર્ચા કરીને દુષ્કતથી વિમુખ થવા માટે અને સુકૃતની અનુમોદના કરીને સુફતને અભિમુખ થવા માટે તત્પર થયેલા યોગી અરિહંતાદિ ચારનું શરણું સ્વીકારે છે, તે ચારના શરણ સ્વીકારની ક્રિયાથી અરિહંતાદિ ચાર ભાવો પ્રત્યે રાગભાવવાળું ચિત્ત બને છે, અને તેના કારણે ચિત્તમાં શાંતિ ઉત્પન્ન થાય છે અને શાંત થયેલું ચિત્ત દુષ્કૃતની ગહ અને સુકૃતની અનુમોદના દ્વારા ઉત્તર-ઉત્તરના યોગમાર્ગને નિષ્પન્ન કરી શકે છે. આનાથી એ ફલિત થાય છે કે ઈશ્વરના જપથી સોપક્રમ કર્મથી ઉત્પન્ન થયેલા વિક્ષેપો નાશ પામે છે. વળી કોઈ યોગીના વિક્ષેપોને પેદા કરનારા નિરુપક્રમ કર્યો હોય તો તે યોગી વિક્ષેપોને દૂર કરવા માટે ઈશ્વરનો જપ કરે તેથી ભગવાનના ગુણોના પ્રણિધાનવાળું ચિત્ત બને તોપણ તે નિરુપક્રમ કર્મો નાશ પામે નહિ, છતાં તે નિરુપક્રમ કર્મોમાં દોષના અનુબંધની શક્તિનો નાશ થાય છે, તેથી તે વિક્ષેપને કરનારા નિરુપક્રમ કર્મો પ્રવાહરૂપે ચાલતા નથી, પરંતુ તે નિરુપક્રમ કર્મો વિપાકમાં આવીને ભોગવાઈ જાય પછી યોગી સુખપૂર્વક યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે છે. જેમ - નંદિષેણમુનિને ચારિત્રમાં પ્રતિબંધક નિરુપક્રમ કર્મો હતા, છતાં શ્રતથી ભાવિત તેમનું ચિત્ત હોવાને કારણે તેમના નિરુપક્રમ કર્મોમાં અનુબંધ શક્તિ નાશ પામેલી તેથી તે નિરુપક્રમ કર્મો ભોગવાઈને દૂર થયા ત્યારે નંદિષણમુનિ વિધ્વરહિત સંયમમાં ફરી યત્નશીલ બન્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org