________________ go ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧૫ ચૈતન્ય પોતાનામાં પ્રગટ થાય, તેને અનુકૂળ ઈશ્વર પ્રત્યેની ભક્તિનો અતિશય થાય છે, અને ઈશ્વરના ગુણો એકાંતે જીવ માટે હિતકારી છે તેવી શ્રદ્ધાનો અતિશય થાય છે, અને ઈશ્વરના જેવા થવા માટે અનુકૂળ એવી મતિવિશેષનો અતિશય થાય છે, અને ઈશ્વર સાથે એકાકાર ચિત્ત થાય તેવા દૃઢયત્નનો અતિશય થાય છે, તેથી ભગવાનના જપથી આવું પ્રત્યક્ચૈતન્ય પ્રગટ થતું અમને સંમત છે. વિશેષાર્થ : સંસારી જીવોનો આત્મા અવીતરાગભાવનાથી અત્યંત ભાવિત છે, તેથી રાગાદિથી આકુળ થઈને બાહ્ય વિષયોમાં સતત પ્રવર્તે છે, અને પોતાના અવીતરાગભાવને અતિશય-અતિશયતર કરે છે, અને જ્યારે યોગી દૃઢ પ્રણિધાનપૂર્વક ઈશ્વરનો જપ કરે છે, ત્યારે વીતરાગમય એવા ઈશ્વરના સ્વરૂપ પ્રત્યે યોગીનું ચિત્ત દૃઢ વર્તે છે, તેથી યોગીનો આત્મા સતત વીતરાગભાવનાથી ભાવિત બને છે, જેના કારણે આત્મામાં પડેલા અવીતરાગભાવના સંસ્કારો ક્ષીણ-ક્ષીણતર થાય છે, અને વીતરાગભાવ પ્રત્યે પક્ષપાતના સંસ્કારો અતિશયઅતિશયતર થાય છે, તેથી તે યોગીનો આત્મા વીતરાગભાવને આસન્ન-આસન્નતર બને છે, તે જપથી થતું એવું પ્રત્યક્રમૈતન્ય છે, અને જ્યારે યોગી વીતરાગ બને છે ત્યારે તેમનું ચૈતન્ય વીતરાગની જેમ પ્રત્યક્રમૈતન્ય બની જાય છે અર્થાત્ સંપૂર્ણ મોહથી અનાકુળ એવું ચૈતન્ય બની જાય છે. 14 અવતરણિકા : શ્લોક-૧૪માં કહ્યું કે ભગવાનના જપથી પ્રત્યક્ષચેતવ્ય પણ થતું અમને સંમત છે, તેથી હવે ભગવાનના જપથી કઈ ભૂમિકાનું પ્રત્યક્ચૈતન્ય પ્રગટે છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે - શ્લોક : योगातिशयतश्चायं स्तोत्रकोटिगुणः स्मृतः / योगदृष्ट्या बुधैर्दृष्टो ध्यानविश्रामभूमिका / / 15 / / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org