________________ પ૯ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૪ ટીકાર્ય : માત્... ૩પપઃ || આનાથી=ભગવાનના જપથી, બહિર્ગાપારના રોધ દ્વારા=શબ્દાદિ બાહ્ય અર્થતા ગ્રહણના ત્યાગ દ્વારા, અન્તર્યોતિપ્રથા= જ્ઞાનાદિની વિશુદ્ધિનો વિસ્તાર, તન્મય એવું વિસ્તારમય એવું, પ્રત્યક્ચૈતન્ય પણ થતું અમને સંમત છે; કેમ કે તે રીતે જ=પ્રણિધાનપૂર્વક જાપ કરવામાં આવે તે રીતે જ, ભક્તિ અને શ્રદ્ધાદિના અતિશયની ઉપપત્તિ છે. ૧૪મા પ્રત્યક્ષતપ - અહીં પ થી એ કહેવું છે કે ઈશ્વરના જપથી પ્રભૂહોનો સંક્ષય તો અમને સંમત છે, પરંતુ પ્રત્યચૈતન્ય પણ થતું એવું અમને સંમત છે. જ મશ્રિદ્ધતિશયોપત્તેિ. - અહીં શ્રદ્ધાદ્રિ માં આદિથી સૂક્ષ્મબોધ, રાગાદિની તાનવતા આદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ - ગ્રંથકારશ્રીને અભિમત એવું પ્રત્યક્રમૈતન્યનું સ્વરૂપ : કોઈ યોગી મહાત્મા ભગવાનના ગુણોના પ્રણિધાનપૂર્વક ભગવાનનો જપ કરે તો ઈશ્વરના ગુણોમાં ચિત્તનો દૃઢ વ્યાપાર થવાથી બહિર્યાપારનો રોધ થાય છે=પાંચ ઇન્દ્રિયોના શબ્દાદિ બાહ્ય અર્થોના ગ્રહણનો ત્યાગ થાય છે, અને ઈશ્વરના ગુણોને અભિમુખ એવું ચિત્ત થતું હોવાથી અંતર્યોતિનો વિસ્તાર થાય છે અર્થાત્ મોહથી અનાકુળ એવી આત્માની નિર્મળ અવસ્થાને જોવાને અનુરૂપ જ્ઞાનશક્તિનો વિસ્તાર થાય છે, વળી ચિત્તમાં ધૈર્ય થવાને કારણે ચારિત્રની વિશુદ્ધિનો વિસ્તાર થાય છે, અને તેવા જ્ઞાનાદિની વિશુદ્ધિના વિસ્તારમય એવું પ્રત્યચૈતન્ય પણ તે યોગીમાં પ્રગટ થતું દેખાય છે અર્થાત્ પ્રત્યચૈતન્ય= કેવલ ચૈતન્ય, અને તેવું ચૈતન્ય વીતરાગમાં પૂર્ણ પ્રગટ છે, અને જપકાળમાં યોગીમાં તેવું પ્રત્યચૈતન્ય પૂર્ણ પ્રગટ નથી તોપણ કાંઈક કાંઈક પ્રગટ થતું દેખાય છે, એ પ્રકારે અમને પણ સંમત છે એમ ગ્રંથકારશ્રી કહે છે. જપથી પ્રત્યચૈતન્ય પ્રગટ થતું કેમ દેખાય છે, તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે - તે પ્રકારે જ ભક્તિ અને શ્રદ્ધાના અતિશયની ઉપપત્તિ છે, અર્થાત્ ઈશ્વરના ગુણોના પ્રણિધાનપૂર્વક ઈશ્વરનો જપ કરવામાં આવે ત્યારે ઈશ્વરના જેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org