________________ 67 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૬ ભાવાર્થ :વિષયવિશેષના પક્ષપાતથી ઈશ્વરનો અનુગ્રહ સ્વીકારવાથી આર્થવ્યાપારથી ઈશ્વરના અનુગ્રહનો સ્વીકાર : જે દેવ રાગ-દ્વેષથી પર હોય તેવા દેવતાવિશેષની સેવા મધ્યસ્થભાવથી કોઈ કરે તો તેનાથી યોગની સિદ્ધિ થાય છે, તેમ સર્વ બુધોને માન્ય છે. મધ્યસ્થભાવથી દેવતાની પૂજાવિશેષ કઈ રીતે થાય તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે -- જ્યાં સુધી અન્ય સર્વદર્શનકારોને ઉપાસ્ય એવા દેવ કરતાં તીર્થકર ભગવંતો વિશેષ છે તેવો નિર્ણય ન હોય તેવા જીવો માટે તીર્થકરો અનિર્ણાતવિશેષ છે, અને અનિર્ણત વિશેષ એવા ઉપાસ્ય દેવમાં આ દેવ ઉપાસ્ય છે અને આ દેવ ઉપાય નથી એમ કહીને ઉપાસકોની સાથે કલહ કરવો મધ્યસ્થ પુરુષને યુક્ત નથી. વળી મધ્યસ્થ પુરુષને આ જ દેવની ઉપાસનાથી કલ્યાણ થઈ શકે છે, અન્ય દેવની ઉપાસનાથી નહીં એ પ્રકારનો અભિનિવેશ કરવો જોઈએ નહિ, પરંતુ મધ્યસ્થતાપૂર્વક જે કોઈ દેવતા રાગાદિથી પર હોય તેવા દેવતાની ઉપાસના કરવી જોઈએ, અને તેવા દેવતાનું સ્તવન કરવું, તેમના સ્વરૂપનું ધ્યાન અર્થાત્ ચિંતવન કરવું કે તેમનું પૂજનાદિ કરવું, તે સર્વ તે દેવતાની પૂજા છે. આ રીતે દેવતાની પૂજા કોઈ મહાદેવની કરતા હોય, કોઈ અરિહંતની કરતા હોય કે કોઈ અન્ય દેવની કરતા હોય તે નિમિત્તક તે સાધકને યોગમાર્ગની પ્રાપ્તિરૂપ ફળ થાય છે એમ સર્વ બુધો સ્વીકારે છે અને તેમાં સાક્ષી આપે છે કે, શાસ્ત્રકાર વિશેષ એવા કાલાતીત પણ જે કારણથી આગળમાં કહેવાશે તેમ કહે છે, તેથી નક્કી થાય છે કે સર્વ બુધપુરુષો કદાગ્રહના ત્યાગપૂર્વક ગુણસંપન્ન પુરુષની ઉપાસનાથી યોગમાર્ગની પ્રાપ્તિ થાય છે તેમ સ્વીકારે છે. અહીં પ્રશ્ન થાય છે કે આમ કહેવાથી આર્થવ્યાપારથી ઈશ્વરના અનુગ્રહની સિદ્ધિ કઈ રીતે થાય ? તેથી ટીકામાં તેનો ખુલાસો કરે છે - જેઓ માધ્યથ્યનું અવલંબન લઈને દેવતાવિશેષની સેવા કરે છે, તેઓની સ્વકર્તક એવી સ્તવનાદિ ક્રિયાથી યોગમાર્ગની પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત થાય છે, તોપણ તે પૂજાના આલંબનીય એવા ઈશ્વરાદિ નિમિત્તક આ સ્તોત્રપૂજાનું ફળ થયું છે તેમ વ્યવહાર થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org