________________ 64 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૫-૧૬ છે, આથી જ પુષ્પપૂજા કરતાં કરતાં ધ્યાનના પ્રકર્ષથી નાગકેતુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આમ છતાં વીતરાગતાની સાથે લય પામવા માટે ધ્યાનમાં યત્ન કરવો અતિદુષ્કર છે, અને પુષ્પપૂજા દ્વારા તેનું ધ્યાન પ્રાપ્ત કરવું અતિદુષ્કર છે, તેથી ધ્યાનને અનુકૂળ શક્તિ સંગમ અર્થે સાધક આત્મા સ્વભૂમિકા અનુસાર પુષ્પપૂજા, આમિષપૂજા, સ્તોત્રપૂજા કરીને ચિત્તને સંપન્ન કરે છે, અને જ્યારે તે મહાત્મા સંપન્નભૂમિકાવાળા થાય છે ત્યારે મૌનવિશેષથી જપમાં ઉદ્યમ કરે છે. વળી જેમ ધ્યાન મૌનવિશેષથી મનોયોગ દ્વારા થાય છે તેમ જપ પણ મૌનવિશેષથી મનોયોગ દ્વારા થાય છે, તેથી જપમાં અન્ય યોગોનો નિરોધ હોવાથી ધ્યાનની આસન્ન ભૂમિકા વર્તે છે. આથી કોઈ યોગી કોઈપણ યોગ દ્વારા ધ્યાનને પામેલા હોય તેઓ મૌનવિશેષથી જપ કરે તો ફરી શીધ્ર ધ્યાનમાં ચડી શકે છે; કેમ કે જપ એ ધ્યાનની નજીકની ભૂમિકા છે, ફક્ત જપમાં ધ્યાનની જેમ એકાગ્રતા નથી, તોપણ અન્ય સર્વ ઇન્દ્રિયોના રોધપૂર્વક જપના વિષયભૂત શબ્દોમાં ચિત્તનું ગમન છે, અને ધ્યાનમાં એકાગ્રતાપૂર્વક વિતરાગભાવ પ્રત્યે ગમન છે, આથી જપને ધ્યાનની વિશ્રામ ભૂમિકા કહેલ છે અર્થાતુ ફરી આરોહનું સ્થાન કહેલ છે. વિપા અવતરણિકા : ननु परैर्यादृश ईश्वरोऽभ्युपगतस्तादृशस्य भवद्भिरनभ्युपगमात् कथमार्थव्यापारेणापि तदनुग्रहसिद्धिरित्याशङ्कायां विषयविशेषपक्षपातेनैव समाधानाभिप्रायवानाह - અવતરણિકાર્ય :નથી શંકા કરે છે કે પર વડે પતંજલિઋષિ વડે, જેવા પ્રકારના ઈશ્વર સ્વીકારાયા છે=જગતના જીવો ઉપર અનુગ્રહ કરવાના સ્વભાવવાળા ઈશ્વર સ્વીકારાયા છે, તેવા પ્રકારના ઈશ્વરનો તમારા વડે અનબ્યુપગમ હોવાથી અસ્વીકાર હોવાથી, કેવી રીતે આર્થવ્યાપારથી પણ=શ્લોક-૭માં કહ્યું એ રીતે આર્થવ્યાપારથી પણ, તેના અનુગ્રહની સિદ્ધિ છે=ઈશ્વરના અનુગ્રહની સિદ્ધિ છે. એ પ્રકારની આશંકામાં વિષયવિશેષતા પક્ષપાતથી જ સ્તુતિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org