________________ પ૬ ઈશાનુગ્રહવિચારતાસિંચિકા/શ્લોક-૧૩ અનુબંધ શક્તિના ભંગને પ્રાપ્ત કરે છે. આમ બંને પણ પ્રકારનું યોગપ્રતિબંધનું સામર્થ=પૂર્વમાં બતાવેલા અંતરાયરૂપ દોષોનું સોપક્રમ અને નિરુપકર્મરૂપ બંને પણ પ્રકારનું યોગપ્રતિબંધરૂપ સામર્થ્ય, દૂર થાય છે અર્થાત્ જપથી દૂર થાય છે એ પ્રકારનો ભાવ છે. II13 ૩મયથાપિ યો પ્રતિવન્યસામર્થ્યમ્ - અહીં પ થી એ કહેવું છે કે સોપક્રમ કે નિરુપક્રમકર્મવાળા વિક્ષેપોમાંથી એકનું તો યોગપ્રતિબંધ સામર્થ્ય ભગવાનના જપથી દૂર થાય છે, પરંતુ સોપકર્મ અને નિરુપકર્મરૂપ બંને પણ પ્રકારે તેઓનું યોગપ્રતિબંધ સામર્થ્ય ભગવાનના જપથી દૂર થાય છે. ભાવાર્થ :જપથી વિક્ષેપો કઈ રીતે નાશ પામે છે તેનું સ્વરૂપ - શ્લોક-૧૦થી 12 સુધી અંતરાયોનું સ્વરૂપ બતાવ્યું, તેમાં વ્યાધિદોષ ધાતુના વૈષમ્યથી થાય છે, પરંતુ રજ તમ દોષથી સાક્ષાત્ થતો નથી, છતાં તે વ્યાધિને કારણે ચિત્તમાં જે વિક્ષેપ થાય છે તે રજ અને તમ ઉભયના દોષથી થાય છે, અને તે સિવાયના અન્ય સર્વ અંતરાયો રજ અને તમ ઉભયના દોષથી થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, શરીરમાં વ્યાધિ વર્તતો હોય, તેના કારણે યોગમાર્ગમાં દઢ પ્રવૃત્તિ થાય તેવો રાગનો અતિશય યોગવિષયક ઉલ્લસિત થઈ શકતો ન હોય, પરંતુ વ્યાધિની પીડાથી ચિત્ત શુભિત થતું હોય તો વ્યાધિ અંતરાયરૂપ બને છે, અને દેહમાં વ્યાધિ હોવા છતાં જેમનું ચિત્ત શુભિત થતું નથી તેમને વ્યાધિ અંતરાયરૂપ બનતું નથી. આથી સનકુમાર ચક્રવર્તીને દેહમાં રહેલા વ્યાધિઓ યોગમાર્ગની પ્રવૃત્તિમાં અંતરાયરૂપ બન્યા નહિ, છતાં વ્યાધિ જેમને યોગમાર્ગની પ્રવૃત્તિમાં અંતરાયરૂપ બને છે તેવા પણ યોગી જપ કરે તો તે જપથી વ્યાધિના આપાદક સોપક્રમ કર્મ હોય તો દૂર થાય છે અને નિરુપક્રમ હોય તોપણ જપથી શાંત થયેલું ચિત્ત થવાથી વ્યાધિ અંતરાયરૂપ બનતી નથી. વળી વ્યાધિ સિવાયના સર્વ અંતરાયો રજ અને તમ ઉભયના દોષથી ચિત્તમાં વિક્ષેપ કરનારા છે; કેમ કે અન્ય સર્વ દોષો તો યોગમાર્ગની દઢ પ્રવૃત્તિ ઉલ્લસિત કરે તેવા રાગમાં સાક્ષાત્ પ્રતિબંધક છે અને તેવા દોષવાળું ચિત્ત રજ અને તમથી અભિભૂત છે અને તેના કારણે ચિત્તમાં પૂર્વમાં શ્લોક-૧૦થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org