________________ 48 ઈશાનુગ્રહવિચારદ્વાäિશિકા/શ્લોક-૯ યોગમાર્ગની અનેક ભૂમિકાઓ છે અને જે ભૂમિકાને અનુરૂપ આત્મામાં કષાયની અનાકુળતારૂપ સમાધિ પ્રાપ્ત થયેલી હોય તેવી ચિત્તની ભૂમિવાળો સાધક ઉત્તરના યોગમાર્ગને સેવવા માટે સમર્થ બને છે, તેથી પૂર્વભૂમિકાવાળું ચિત્ત ઉત્તરના યોગમાર્ગને અનુકૂળ એવી સમાધિની ભૂમિ છે. જેમ - સર્વવિરતિને અનુકૂળ જેમનું ચિત્ત ઉપશાંત થયેલું હોય તેમનામાં સર્વવિરતિની સમાધિની ભૂમિ છે, અને તેવો સાધક સર્વવિરતિ ગ્રહણ કરે તો સર્વવિરતિની ક્રિયાથી સર્વવિરતિની પરિણતિરૂપ યોગની સંપ્રાપ્તિ થાય, અને જે જીવોને કોઈક નિમિત્તથી તેવી સમાધિની ભૂમિ પ્રાપ્ત થયેલી ન હોય અર્થાત્ કોઈ શારીરિક સ્થિતિને કારણે કે કોઈ કૌટુંબિક ક્લેશને કારણે કે કોઈ તથા પ્રકારના બોધના અભાવને કારણે કે કોઈ અન્ય કારણે તેવી સમાધિની ભૂમિનો અલાભ હોય, અને તે મહાત્મા સર્વવિરતિના ગ્રહણરૂપ યોગમાર્ગની પ્રવૃત્તિ કરે તો તે યોગમાર્ગની પ્રવૃત્તિથી સર્વવિરતિની પરિણતિરૂપ યોગ નિષ્પન્ન થઈ શકતો નથી; કેમ કે તે મહાત્માનું ચિત્ત સર્વવિરતિને અનુકૂળ લબ્ધભૂમિકાવાળું નથી, તેથી અલબ્ધભૂમિકા યોગમાર્ગની પ્રવૃત્તિમાં વિઘ્નરૂપ છે, અને દૃઢ પ્રણિધાનપૂર્વક ઈશ્વરનો જપ કરવાથી ઈશ્વરના ગુણો પ્રત્યે રાગનો અતિશય થાય છે, માટે ચિત્તમાં નિર્મળતા આવે છે, તેથી અલબ્ધ-ભૂમિકાવાળું ચિત્ત તે તે યોગમાર્ગને અનુકૂળ લબ્ધભૂમિકાવાળું બને છે, તેથી યોગી તે તે યોગમાર્ગની સમ્યફ પ્રવૃત્તિ કરી શકે છે. (9) અનવસ્થિતિ-અનવસ્થિતત્વ:- યોગી યોગમાર્ગની સાધના કરતાં હોય ત્યારે કોઈ નિમિત્તથી સમાધિની ભૂમિમાં ચિત્ત પ્રતિષ્ઠા ન પામે તે અનવસ્થિતત્વ નામનો અંતરાય છે. યોગમાર્ગને અનુકૂળ લબ્ધભૂમિકાવાળું ચિત્ત હોય આમ છતાં ચિત્તના ચાચલ્યને કારણે તે તે ભૂમિકાના અનુષ્ઠાનમાં ચિત્ત પ્રતિષ્ઠા પામતું ન હોય તે અનવસ્થિતત્વ નામનો અંતરાય પ્રાપ્ત થાય છે, અને ઈશ્વરના જપથી સ્થિર થયેલું ચિત્ત સ્વભૂમિકા અનુસાર યોગમાર્ગમાં સમ્યક પ્રવૃત્તિ કરીને યોગની નિષ્પત્તિ કરી શકે છે. આ નવ ચિત્તવિક્ષેપો યોગમાર્ગની નિષ્પત્તિમાં અંતરાયો જાણવા. lલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org