________________ પર ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૧ ટીકાર્ચ - વિક્રમો ..... નિરવ , રજતમાં રંગબુદ્ધિની જેમ ઈષ્ટના સાધન પણ યોગમાં અનિષ્ટ સાધનત્વ નિશ્ચયરૂપ વ્યત્યયજ્ઞાન વિભ્રમ છે, સી. રૂચાવાર, આ યોગ થાય કે નહિ? પોતે જે યોગની પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિને આશ્રયીને વિચારે કે આ પ્રવૃત્તિ યોગ થાય કે નહિ ? એ પ્રકારનો સંદેહ છે, વિષયાવેશાત્ .... ભવેત્ | બાહ્ય ઇન્દ્રિયાર્થના થાક્ષેપસ્વરૂપ વિષયના આવેશથી અનુપરમસ્વરૂપ અખેદ=વિષયોની પ્રવૃત્તિમાં ઈન્દ્રિયોના અનુપરમસ્વરૂપ અખેદ, ખરેખર અવિરતિ છે. 11 રૂધનેડપિ - અહીં થિી એ કહેવું છે કે અનિષ્ટના સાધન એવા પ્રતિકૂળ પદાર્થોમાં તો અનિષ્ટસાધનત્વનો નિશ્ચય છે, પરંતુ ઇષ્ટના સાધન એવા યોગમાં પણ અનિષ્ટસાધનત્વનો નિશ્ચય છે. ભાવાર્થ : (5) વિભ્રમ:- રજતમાં રંગની બુદ્ધિ થાય તે વિપરીત જ્ઞાન છે, તેને વિભ્રમ કહેવાય છે. આવો વિભ્રમ યોગમાર્ગમાં કેવા પ્રકારનો થાય છે તે સ્પષ્ટ કરતાં કહે છે - યોગમાર્ગની પ્રવૃત્તિ ચિત્તની સ્વસ્થતા આપાદન કરીને કલ્યાણનું કારણ હોવાથી કલ્યાણરૂપ એવા ઇષ્ટનું સાધન છે. આવા યોગમાર્ગમાં જે જીવોને અનિષ્ટ સાધનત્વનો નિશ્ચય છે અર્થાત્ આ યોગની પ્રવૃત્તિ જીવોને ભોગના આનંદથી વંચિત કરનાર હોવાથી અનિષ્ટ એવા ભોગના ત્યાગનું સાધન છે એ પ્રકારનો જેમને નિશ્ચય છે તે વિભ્રમ છે. જેમ - પ્રદેશી રાજાને પરલોકમાં અશ્રદ્ધા હતી ત્યારે પરલોક માટે યોગની પ્રવૃત્તિ અનર્થક છે તેવી બુદ્ધિ હતી તે વિભ્રમ છે, અને આ વિભ્રમ એ યોગમાર્ગની પ્રવૃત્તિમાં વિનરૂપ છે. (9) સંદેહ :- કોઈ જીવને યોગમાર્ગ કલ્યાણનું કારણ છે, જીવ માટે હિતાવહ છે, તેવી બુદ્ધિ હોય તો પણ કોઈ વિવલિત એવી યોગમાર્ગની પ્રવૃત્તિમાં સંદેહ થાય છે અર્થાત્ આ પ્રવૃત્તિ યોગરૂપ છે કે નહિ એવો સંશય થાય છે, તેથી યોગના અર્થી એવા તે જીવને પણ તે યોગની ઉચિત પ્રવૃત્તિ કરવામાં ઉત્સાહ થતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org