________________ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૯ પણ આળસને કારણે યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકતા નથી. ક્વચિત્ યત્નપૂર્વક યોગમાર્ગની પ્રવૃત્તિ કરે તોપણ કાયા અને ચિત્તની જડતાને કારણે યોગમાર્ગની પ્રવૃત્તિ સમ્યક થતી નથી, માટે આળસ એ યોગની નિષ્પત્તિમાં અંતરાયરૂપ છે અને ઈશ્વરના જપથી તે પ્રકારનો અંતરાય દૂર થાય તો યોગી યોગમાર્ગમાં સમ્યક્ પ્રવૃત્તિ કરી શકે છે. () અવિરતિ - ચિત્તની વિષયના સંપ્રયોગ સ્વરૂપ ગૃદ્ધિ અવિરતિ છે. યોગના અર્થી જીવો પણ ઇન્દ્રિયોના વિષયોમાં વૃદ્ધિવાળા હોય તો તેમને વિષયોની પ્રાપ્તિ થાય ત્યારે તેમાંથી તેમનું ચિત્ત વૃદ્ધિને કારણે ખસતું નથી, તેથી બાહ્યથી યોગમાર્ગની પ્રવૃત્તિ થતી હોય તોપણ અવિરતિને કારણે વિષયોથી વિમુખ અંતરંગ આત્મભાવોમાં ચિત્ત જતું નથી, આથી આરાધક પણ યોગી સદનુષ્ઠાનકાળમાં ઇન્દ્રિયોના વિષયોથી યોજન પામીને તે તે ભાવો કરે છે. તેથી યોગની નિષ્પત્તિમાં અવિરતિ અંતરાયરૂપ છે અને ઈશ્વરના જપથી ઈશ્વરના ગુણો પ્રત્યે રાગવાળું ચિત્ત બને તો વિષયોની વૃદ્ધિ ઓછી થાય છે, તેનાથી અવિરતિરૂપ અંતરાય દૂર થાય છે, માટે યોગી યોગમાર્ગની સમ્યક પ્રવૃત્તિ કરી શકે છે. (7) વિભ્રમ ભ્રાંતિદર્શન:- શક્તિમાં રજતની જેમ વિપર્યયવાળું જ્ઞાન. યોગના અર્થી જીવો યોગમાર્ગની પ્રવૃત્તિ કરી રહ્યા હોય ત્યારે ક્યા પ્રકારની યોગની પ્રવૃત્તિ કયા અંતરંગ વ્યાપારપૂર્વક ગુણનિષ્પત્તિનું કારણ બને છે, તે વિષયમાં વિપરીત બોધ હોય તો તે ભ્રાંતિદર્શનરૂપ છે; આ પ્રકારની ભ્રાંતિ યોગશાસ્ત્રોના વચનોનો સમ્યગુ બોધ નહિ થવાથી યોગમાર્ગના વચનોના યથાર્થ તાત્પર્યના આયોજનને કારણે થાય છે અને તે પ્રકારનું ભ્રાંતિદર્શન વર્તતું હોય તો યોગમાર્ગની બાહ્ય પ્રવૃત્તિથી પણ યોગની નિષ્પત્તિ થાય નહિ અને ઈશ્વરના જપથી પ્રગટ થયેલ નિર્મળ મતિને કારણે તે ભ્રાંતિ નામનો અંતરાય દૂર થાય છે, તેથી યોગી યોગમાર્ગમાં સમ્યક્ પ્રવૃત્તિ કરી શકે છે. (8) ભૂમિઅલાભ=અલબ્ધભૂમિકત્વ - કોઈ નિમિત્તથી સમાધિની ભૂમિનો અલાભ=અસંપ્રાપ્તિ એ અલબ્ધભૂમિકત્વ નામનો અંતરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org