________________ 44 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૮-૯ અંતઃકરણને અભિમુખ એવું પ્રત્યક્રમૈતન્યજ્ઞાન પ્રગટ થાય છે એમ પતંજલિઋષિ કહે છે - આનાથી એ પ્રાપ્ત થાય છે કે ઈશ્વરના જપથી ચિત્ત આત્માના શુદ્ધભાવને અભિમુખ બને છે, તેથી વિષયોના આભિમુખ્યનો ત્યાગ કરીને શુદ્ધચૈતન્યરૂપ આત્માના પરિણામને અભિમુખ તે જપ કરનારનો આત્મા બને છે, તેથી પતંજલિઋષિનું તે વચન ઈશ્વરના આર્થવ્યાપારને આશ્રયીને સંગત થાય છે; કેમ કે ઈશ્વરનો જપ કરવાથી જે લાભ થાય છે, તે અર્થથી ઈશ્વરથી થયો તેમ કહીએ તો ઈશ્વરના વ્યાપારથી જપ કરનારને યોગમાર્ગની પ્રાપ્તિરૂપ અનુગ્રહ થાય છે, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી; કેમ કે ગુણવાન પુરુષ એવા પરમાત્માના પ્રણિધાનવાળા ચિત્તનું મહાફળપણું છે. વિશેષાર્થ : પ્રણવના જાપથી જપ કરનારને જે યોગમાર્ગની પ્રાપ્તિ થાય છે, તે સાક્ષાત્ જપના પ્રયત્નજન્ય છે, તોપણ તે પ્રયત્નનું આલંબન ઈશ્વર છે, તેથી અર્થથી ઈશ્વરના અનુગ્રહથી તે યોગમાર્ગ નિષ્પન્ન થયો છે તેમ કહેવાય છે, અને જપ કરનાર યોગીમાં ઈશ્વરને અવલંબીને થતા દૃઢવ્યાપારથી વિપ્નભૂત કર્મના નાશને કારણે યોગમાર્ગને સ્પર્શે એવા નિર્મળ જ્ઞાનના પ્રાદુર્ભાવથી સાક્ષાત્ યોગમાર્ગ નિષ્પન્ન થાય છે. દા. અવતરણિકા : શ્લોક-૮માં કહ્યું કે પ્રણવના જપથી પ્રભૂહોનો સંક્ષય થાય છે, તેથી પાતંજલમતાનુસાર યોગમાર્ગમાં વિધ્વરૂપ પ્રત્યુહો કયા કયા છે તે બતાવે છે - શ્લોક : प्रत्यूहा व्याधयः स्त्यानं प्रमादालस्यविभ्रमाः / सन्देहाविरती भूम्यलाभश्चाप्यनवस्थितिः / / 9 / / અન્વયાર્ચ - વ્યાધ =વ્યાધિઓ, રસ્યાનં=સ્થાન=ચિત્તની અકર્મણ્યતા અર્થાત્ ચિત્તની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org