________________ 39 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૬-૭ ભોજનું આ વચન પણ સંગત નથી; કેમ કે જો ઈશ્વર જગતના જીવોના અનુગ્રહ માટે જગતને કરતા હોય તો સર્વ જીવોનું ઇષ્ટ જ સંપાદન કરે. વસ્તુતઃ જગતના જીવો સંસારમાં અનેક પ્રકારની કદર્થના પામતા દેખાય છે, તેથી જો ઈશ્વરને જગત્કર્તા સ્વીકારીએ તો ઈશ્વરે કેટલાક જીવોનું અહિત કર્યું છે, અને કેટલાક જીવોનું હિત કર્યું છે, તેમ માનવું પડે. તેથી જીવોના અનુગ્રહ માટે ઈશ્વર જગતનો કર્તા છે તેમ માનવું ઉચિત નથી. આ રીતે ઈશ્વરના અનુગ્રહવિષયક ગ્રંથકારશ્રીએ શ્લોક-૧થી 4 સુધી પાતંજલમત બતાવ્યો અને શ્લોક-પ-૬માં તે મત સંગત નથી તેમ સ્થાપન કર્યું. આ વિષયમાં અધિક વક્તવ્ય શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથના વિવરણમાં ગ્રંથકારશ્રીએ કરેલ છે તેથી જિજ્ઞાસુએ ત્યાંથી જોવું. IIકા અવતરણિકા : શ્લોક-૧માં કહ્યું કે પાતંજલમતાનુસાર મહેશના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે, તે મતને દૂષણ આપતાં ગ્રંથકારશ્રીએ શ્લોક-પમાં કહ્યું કે જીવમાં અનુગ્રાહ્યસ્વભાવ વગર ઈશ્વરના અનુગ્રહથી પણ યોગ નિષ્પન્ન થઈ શકે નહિ, અને શ્લોક-૬માં કહ્યું કે ઈશ્વરનો અનુગ્રાહકસ્વભાવ અને જીવોનો અનુગ્રાહ્યસ્વભાવ સ્વીકારવામાં આવે તો ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ માની શકાય, પરંતુ તેમ માનવામાં આત્માના ફૂટસ્થપણાની હાનિ થાય છે. હવે આત્માને પરિણામી સ્વીકારીએ તો ઈશ્વરનો અનુગ્રહ આત્મામાં કઈ રીતે સ્વીકારી શકાય તે બતાવતાં કહે છે - શ્લોક - आर्थं व्यापारमाश्रित्य तदाज्ञापालनात्मकम् / युज्यते परमीशस्यानुग्रहस्तन्त्रनीतितः / / 7 / / અન્વયાર્થ: પરકેવલ તદ્દાત્તાપાનનાત્મતેમની આજ્ઞાપાલન સ્વરૂ૫=ઈશ્વરની આજ્ઞાપાલન સ્વરૂપ મર્થ વ્યાપારમશ્રિ=અર્થ પ્રાપ્ત વ્યાપારને આશ્રયીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org