________________ 38 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૬ તે પ્રકૃતિ અને પુરુષના સંયોગ અને વિયોગ ઈશ્વરની ઇચ્છા વગર થઈ શકે નહિ, માટે અનાદિજ્ઞાનાદિવાળા ઈશ્વરની સિદ્ધિ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે - પ્રકૃતિનો સંયોગ અને વિયોગ જો પાતંજલદર્શનકાર તાત્ત્વિક માને તો આત્મા અપરિણામી સિદ્ધ થાય નહિ; કેમ કે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ અને પ્રકૃતિ અને પુરુષનો વિયોગ એ બેમાં રહેનારો ધર્મ છે, તેથી તે સંયોગ અને વિયોગ જો ઈશ્વરની ઇચ્છાથી તાત્ત્વિક થતા હોય તો, પ્રકૃતિના સંયોગરૂપ જન્યધર્મ અને પ્રકૃતિના વિયોગરૂપ જન્યધર્મ ઈશ્વરની ઇચ્છાથી આત્મામાં નિષ્પન્ન થાય છે તેમ માનવું પડે, અને તેમ સ્વીકારીએ તો પ્રકૃતિનો આત્મા સાથે સંયોગરૂપ અને વિયોગરૂપ જન્યધર્મ સંસારી જીવોમાં પ્રગટ થાય છે માટે તે જન્ય ધર્મને કારણે આત્મા પરિણામી છે તેમ માનવું પડે, અને જો પ્રકૃતિનો સંયોગ અને વિયોગ તાત્વિક નથી તેમ કહીને પતંજલિઋષિ આત્માને અપરિણામી સ્થાપન કરે તો, ઈશ્વરની ઇચ્છા કયા સંયોગ અને વિયોગનું કારણ છે અર્થાત્ કાલ્પનિક એવા સંયોગ અને વિયોગનું કારણ છે તેમ માનવું પડે, તે અત્યંત અસંમજસ છે, માટે ઈશ્વરની ઇચ્છાથી આ સર્વ જગત તે તે રૂપે પરિણમન પામે છે તેમ સ્વીકારવામાં આવે તો, આત્માને પરિણામી સ્વીકારવો પડે, અને જો પતંજલિઋષિ આત્માને પરિણામી ન સ્વીકારે તો જગત્કર્તારૂપે ઈશ્વરની સિદ્ધિ કરી શકે નહિ. આ રીતે શ્લોક-રમાં કહ્યું કે પ્રકૃતિ અને પુરુષના સંયોગ અને વિયોગ ઈશ્વરની ઇચ્છા વગર થાય નહિ, માટે અનાદિજ્ઞાનાદિવાળા ઈશ્વરની સિદ્ધિ છે, તે કથન આત્માને અપરિણામી સ્વીકારવાથી સંગત થાય નહિ; તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. હવે ઈશ્વરને જગત્કર્તા સ્વીકારવા ઉચિત નથી તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે - ઈશ્વર જગત્કર્તા નથી તેની યુક્તિ - ઈશ્વરને જગતને કરવાનું કોઈ પ્રયોજન નથી, એથી પણ ઈશ્વર જગતનો કર્તા નથી. ઈશ્વરને જગતનો કર્તા સ્વીકારવા માટે ભોજ કહે છે કે, ઈશ્વર પરમકરૂણાવાળા છે માટે જીવોનો અનુગ્રહ કરવો એ ઈશ્વરનું પ્રયોજન છે, તેથી ઈશ્વર જગતને કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org