________________ 36 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/બ્લોક-૧ એમ ફલિત થાય છે અર્થાત્ જેમ મહત્ત્વ ઉત્કર્ષના આશ્રય એવા આકાશમાં વૃત્તિ છે અને અપકર્ષના આશ્રય એવા પરમાણુમાં વૃત્તિ છે એવું જ્ઞાનત્વ નથી, પરંતુ જ્ઞાનત્વ ઉત્કર્ષ-અપકર્ષના અનાશ્રયમાં વૃત્તિ છે, તેથી કોઈ પુરુષમાં જ્ઞાનનો ઉત્કર્ષ છે અને કોઈ પુરુષમાં જ્ઞાનનો અપકર્ષ છે તેમ સ્વીકારી શકાય નહિ. અહીં પ્રશ્ન થાય કે જેમ ઉત્કર્ષનો આશ્રય આકાશ છે તેમાં મહત્ત્વ રહે છે અને અપકર્ષનો આશ્રય પરમાણુ છે તેમાં અલ્પત્વ રહે છે, તેમ ઉત્કર્ષ-અપકર્ષ આશ્રયવૃત્તિપણું હોવાથી મહત્ત્વની જેમ જ્ઞાનત્વને સ્વીકારીએ તો શું વાંધો છે? તેનો ઉત્તર આપતાં કહે છે - જ્ઞાનત્વ તેવું નથી=જ્ઞાનત્વનો આશ્રય એવું જ્ઞાન કોઈ ઠેકાણે ઉત્કર્ષવાળું કે કોઈ ઠેકાણે અપકર્ષવાળું પ્રાપ્ત થાય તેવું નથી, કેમ તેવું નથી ? તેમાં હેતુ કહે ચિત્તધર્મમાત્રવૃત્તિપણું છે=ચિત્તનો ધર્મ જે જ્ઞાન તે જ્ઞાનમાત્રમાં જ્ઞાનત્વનું વૃત્તિપણું છે, અને ચિત્તના ધર્મરૂપ જ્ઞાન ક્યાંય ઉત્કર્ષવાળું પ્રાપ્ત થઈ શકે નહિ; કેમ કે ચિત્તથી થનારું જ્ઞાન છદ્મસ્થને થાય છે, અને કોઈ છમસ્થ જ્ઞાનના ઉત્કર્ષવાળા નથી. જો જ્ઞાનને આત્માનો ધર્મ સ્વીકારવામાં આવે તો તેના આવારક સર્વકર્મના વિગમનથી સર્વ શેયનું જ્ઞાન આત્માને થાય છે તેમ સ્વીકારી શકાય, પરંતુ પાતંજલદર્શનકાર તો શ્લોક-૩માં કહ્યું તે રીતે જ્ઞાનાદિને ચિત્તના ધર્મ તરીકે સ્વીકારે છે, અને ચિત્તનો ધર્મ જ્ઞાન સ્વીકારવામાં આવે તો ચિત્તના વ્યાપારથી કોઈને જ્ઞાન થાય તે જ્ઞાન સર્વ જ્ઞેયને વિષય કરે છે તેમ કહી શકાય નહિ. અને તેમાં દૃષ્ટાંત કહે છે કે, અજ્ઞાનત્વની જેમ - તેથી એ ફલિત થાય કે જેમ ચિત્તનો અજ્ઞાન ધર્મ છે અને તેમાં રહેલું અજ્ઞાનત્વ ક્યારે પણ ઉત્કર્ષના આશ્રયવાળું પ્રાપ્ત થતું નથી, તેમ ચિત્તનો જ્ઞાન ધર્મ છે તેથી તેમાં રહેલું જ્ઞાનત્વ પણ ઉત્કર્ષના આશ્રયવાળું ક્યારે પણ પ્રાપ્ત થતું નથી, અને જો ચિત્તના ધર્મરૂપ જ્ઞાનના આશ્રયવાળા જ્ઞાનત્વને ઉત્કર્ષના આશ્રયવાળું સ્વીકારવામાં આવે, તો ચિત્તના ધર્મરૂપ અજ્ઞાનના આશ્રયવાળા અજ્ઞાનત્વને પણ ઉત્કર્ષના આશ્રયવાળા સ્વીકારવાની આપત્તિ આવે, અને તેમ સ્વીકારીએ તો ઈશ્વરની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org