________________
૩૪
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૬ અને ઈશ્વર અને આત્માને વિચિત્ર પ્રકારના અનુગ્રાહ્ય-અનુગ્રાહકસ્વભાવના ભાજન સ્વીકારીએ તો ઈશ્વરની અને આત્માની પરિણામિતા સિદ્ધ થાય; કેમ કે સંસારી જીવોનો પૂર્વમાં અનુગ્રાહ્ય સ્વભાવ ન હતો, તેથી ઈશ્વરનો અનુગ્રહ થયો નહિ, અને ઈશ્વરનો પણ તે જીવને આશ્રયીને પૂર્વમાં અનુગ્રાહકસ્વભાવ ન હતો; કેમ કે પૂર્વમાં ઈશ્વરના અનુગ્રહથી તેને યોગની પ્રાપ્તિ થઈ નહિ, અને
જ્યારે તે જીવને યોગની પ્રાપ્તિ થાય છે ત્યારે તે જીવમાં અનુગ્રાહ્યસ્વભાવ પ્રગટ થાય છે, અને ઈશ્વરમાં પણ તે જીવને આશ્રયીને અનુગ્રાહકસ્વભાવ પ્રગટ થાય છે. તેથી તે જીવમાં અને ઈશ્વરમાં પૂર્વ કરતાં સ્વભાવ ભેદની પ્રાપ્તિ થઈ, અને તે સ્વભાવભેદ એ જ પરિણામભેદ છે, તેથી ઈશ્વરની અને આત્માની પરિણામિતા સિદ્ધ થાય છે, અને તેમ સ્વીકારીએ તો આત્માને કૂટસ્થ સ્વીકારીને અપરિણામી સ્વીકારનાર પાતંજલમતમાં અપસિદ્ધાંતની પ્રાપ્તિ થાય, માટે પતંજલિઋષિ કહે છે કે, ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે તે વચન સંગત થાય નહિ; કેમ કે પાતંજલમતાનુસાર ઈશ્વર અપરિણામી છે અને સંસારી જીવો પણ અપરિણામી છે, તેથી સંસારી જીવોનો જે સ્વભાવ છે તેમાં પરાવર્તન થઈ શકે નહિ, અને ઈશ્વરના સ્વભાવમાં પણ પરાવર્તન થઈ શકે નહિ, તેથી અપરિણામી એવા આત્માને ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે, એમ કહેવું તે પરસ્પર વિરોધી વચન છે.
વળી શ્લોક-૨માં અપ્રતિઘ જ્ઞાનાદિ ધર્મવાળો ઈશ્વર છે તેમ સ્થાપન કર્યું, અને ત્યારપછી શ્લોક-૩માં સાત્ત્વિક પરિણામ ઈશ્વરમાં કાષ્ઠા પ્રાપ્ત છે માટે ઈશ્વરમાં સર્વજ્ઞતા છે તેમ સ્થાપન કર્યું, અને તેમ સ્થાપન કરવામાં યુક્તિ આપેલી કે તારતમ્યવાળા એવા સાતિશય ધર્મોની ક્યાંક અલ્પતાની પરાકાષ્ઠા અને ક્યાંક ઉત્કૃષ્ટની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે, તેમ જ્ઞાનાદિ ચિત્તધર્મો પણ સંસારી જીવોમાં તરતમતાથી દેખાય છે અને તે ઉત્કર્ષની પરાકાષ્ઠાના ઈશ્વરમાં છે. તેનું નિરાકરણ કરતાં શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે - જ્ઞાનાદિ ચિત્તધર્મોનો અતિઉત્કર્ષ અજ્ઞાનાદિમાં અતિપ્રસંજક :
ધર્મોનો અતિઉત્કર્ષકજ્ઞાનાદિ ચિત્તધર્મોનો અતિઉત્કર્ષ, ઈશ્વરમાં સ્વીકારવામાં આવે તો અન્યત્ર તે અતિપ્રસંગને કરનાર છે=અજ્ઞાનાદિમાં અતિપ્રસંગને કરનાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org