________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧
૩૫ આશય એ છે કે, પાતંજલદર્શનકાર જ્ઞાનને ચિત્તનો ધર્મ સ્વીકારે છે, આત્માનો ધર્મ સ્વીકારતા નથી અને સંસારી જીવોના ચિત્તમાં જ્ઞાનાદિના ઉત્કર્ષઅપકર્ષની તરતમતા દેખાય છે, તેમ અજ્ઞાનાદિના પણ ઉત્કર્ષ-અપકર્ષની તરતમતા દેખાય છે, તેથી પાતંજલદર્શનકાર અનુમાન કરે છે કે, તારતમ્યવાળા સાતિશય ધર્મો કોઈક ઠેકાણે પરાકાષ્ઠાવાળા હોય છે. જેમ – આકાશમાં પરમ મહત્ત્વ પરાકાષ્ઠાવાળું છે, અને પરમાણુમાં પરમ અલ્પતા પરાકાષ્ઠાવાળી છે, અને તે દૃષ્ટાંતોના બળથી સંસારી જીવોના ચિત્તમાં દેખાતા તારતમ્યવાળા જ્ઞાનાદિ ધર્મોને પણ કોઈ ઠેકાણે ઉત્કર્ષની પરાકાષ્ઠાવાળા સ્વીકારીને તે ધર્મોના ઉત્કર્ષના આશ્રયથી ઈશ્વરની સિદ્ધિ કરે તો તે થઈ શકે નહિ; કેમ કે ચિત્તમાં દેખાતા તરતમતાવાળા જ્ઞાનાદિ ધર્મો છે, તેમ અજ્ઞાનાદિ ધર્મો પણ છે; કેમ કે સંસારી જીવોના ચિત્તમાં કોઈ-કોઈ વિષયનું અજ્ઞાન દેખાય છે તે અજ્ઞાન કોઈકના ચિત્તમાં અધિક છે, તો કોઈકના ચિત્તમાં અલ્પ છે, તેવું તરતમતાવાળું પ્રાપ્ત થાય છે, તેથી જો એમ કહેવામાં આવે કે સંસારી જીવોના ચિત્તમાં દેખાતા તરતમતાવાળા જ્ઞાનાદિ ધર્મો કોઈક પુરુષના ચિત્તમાં પરાકાષ્ઠાવાળા છે, તેની એમ એમ પણ સ્વીકારવું પડે કે, સંસારી જીવોના ચિત્તમાં દેખાતા અજ્ઞાનાદિ ધર્મો કોઈક પુરુષના ચિત્તમાં પરાકાષ્ઠાવાળા છે, તેથી જેમ પાતંજલદર્શનકાર પરાકાષ્ઠાવાળા જ્ઞાનાદિ ચિત્તધર્મોના આશ્રયરૂપે ઈશ્વરની સિદ્ધિ કરે, તો પરાકાષ્ઠાવાળા અજ્ઞાનાદિ ચિત્તધર્મોના આશ્રયવાળા ઈશ્વર કરતાં પ્રતિપક્ષભૂત એવા પુરુષની પણ સિદ્ધિ થાય, અને જગતમાં અજ્ઞાનાદિ ચિત્તધર્મોની પરાકાષ્ઠાવાળો કોઈ પુરુષ દેખાતો નથી; કેમ કે સંસારી જીવોના ચિત્તમાં અજ્ઞાન વર્તે છે, તોપણ તત્પતિપક્ષ એવું કોઈક જ્ઞાન પણ વર્તે છે, માટે અજ્ઞાનાદિ ચિત્તધર્મોની પરાકાષ્ઠાવાળું એવું ચિત્ત કોઈનું નથી, આમ છતાં ઈશ્વરની જેમ અજ્ઞાનાદિ ચિત્તધર્મોની પરાકાષ્ઠાવાળો કોઈ પુરુષ છે તેમ પાતંજલદર્શનકારને માનવું પડે, માટે જ્ઞાનાદિ ધર્મોના ઉત્કર્ષથી ઈશ્વરની સિદ્ધિ છે, એ પણ પાતંજલદર્શનકારનું વચન સંગત નથી.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, ધર્મોનો ઉત્કર્ષ જ્ઞાનાદિમાં સાધ્યમાન હોતે જીતે અજ્ઞાનાદિમાં અતિપ્રસંજક છે, માટે ઈશ્વરમાં જ્ઞાનાદિનો ઉત્કર્ષ છે તેમ સ્વીકારી શકાય નહિ; એ રીતે જ્ઞાનમાં રહેલું જ્ઞાનત્વ ઉત્કર્ષ-અપકર્ષ અનાશ્રયવૃત્તિ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org