________________
૩૨
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૬ બતાવ્યો અને ત્યારપછી શ્લોક-પ-૬માં તેનું નિરાકરણ કર્યું એ પ્રમાણે, અધિક શાસ્ત્રવાર્તાસમુચ્ચયના વિવરણમાં છે. ImgII.
જ્ઞાનાવિધર્મા મત્યુર્વેશ્વરસિદ્ધિરિત્યપ ૨ નાસ્તિ - અહીં થી એ કહેવું છે કે જગત્કર્તારૂપે તો ઈશ્વરની સિદ્ધિ નથી, પરંતુ જ્ઞાનાદિ ધર્મોના અતિઉત્કર્ષરૂપે ઈશ્વરની સિદ્ધિ એ પણ નથી.
તત્રતાક્ષસ્થપિ સિધ્યાપા - અહીં પ થી એ કહેવું છે કે સાધ્યમાન એવો ધર્મોનો ઉત્કર્ષ જ્ઞાનાદિમાં સ્વીકારીએ તો ઈશ્વરની સિદ્ધિ થાય, તેની જેમ અજ્ઞાનાદિમHણાથી ઈશ્વરના પ્રતિપક્ષની પણ સિદ્ધિ થાય.
આ પ્રયોગનીમવાર - અહીં થી એ કહેવું છે કે પાતંજલમતાનુસાર આત્મા અપરિણામી છે, માટે ઈશ્વર પુરુષ અને પ્રકૃતિના સંયોગ અને વિયોગ કરતા નથી, પરંતુ પ્રયોજનનો અભાવ હોવાથી પણ ઈશ્વર જગતને કરતા નથી. ભાવાર્થ :ઈશ્વર અને આત્માના વિચિત્ર અનુગ્રાહ્ય-અનુગ્રાહકસ્વભાવના ભેદમાં આત્માના પરિણામીપણાની સિદ્ધિ અને એમ સ્વીકારવામાં પાતંજલદર્શનકારને અપસિદ્ધાંતની પ્રાપ્તિ :
શ્લોક-પમાં કહ્યું કે, આત્માના અનુગ્રાહ્યસ્વભાવ વગર ઈશ્વરના અનુગ્રહથી પણ યોગની સિદ્ધિ થઈ શકે નહિ તેથી પતંજલિ ઋષિને ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે, તેમ સ્વીકારવું હોય તો ઈશ્વરનો અને આત્માનો તે પ્રકારનો સ્વભાવ માનવો પડે અર્થાત્ ઈશ્વરનો અનુગ્રહ કરવાનો સ્વભાવ છે અને આત્માનો અનુગ્રાહ્યસ્વભાવ છે તેમ માનવું પડે, અને ઈશ્વરનો અનુગ્રહ સર્વ જીવો ઉપર એક કાળમાં થતો નથી; કેમ કે જો એક કાળમાં સર્વજીવો ઉપર ઈશ્વરને અનુગ્રહ થતો હોય તો સર્વ જીવોને એક કાળમાં યોગની પ્રાપ્તિ આદિ થવી જોઈએ. અને તેમ થતું નથી એ પ્રત્યક્ષથી દેખાય છે. તેથી જે વ્યક્તિ ઉપર
જ્યારે અનુગ્રાહ થાય છે, જે કાળમાં થાય છે અને જે પ્રકારની યોગની નિષ્પત્તિરૂપ ફળાદિ ભેદ થાય છે. તે પ્રકારના વિચિત્રસ્વભાવવાળો જીવોનો ઈશ્વરથી અનુગ્રાહ્યસ્વભાવ છે, અને ઈશ્વરનો તે પ્રકારના વિચિત્રસ્વભાવવાળો અનુગ્રાહકસ્વભાવ છે, તેમ માનવું પડે અને તેમ સ્વીકારવાથી ઈશ્વર અને આત્મા બંને વિચિત્ર પ્રકારના અનુગ્રાહ્ય-અનુગ્રાહક સ્વભાવના ભાજન બને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org