________________
૩૧
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧ ટીકાર્ય -
મો: ..... માસિદ્ધાન્ત , અને ઉભયના ઈશ્વર અને આત્માના, તસ્વભાવપણાના ભેદમાં વ્યક્તિ, કાળ અને ફળાદિના ભેદથી વિચિત્ર અનુગ્રાહ્ય-અનુગ્રાહકસ્વભાવતા ભાજલપણામાં, પરિણામતા થાય=ઈશ્વર અને આત્માની પરિણામિતા થાય=ઈશ્વર અને આત્માનું પરિણામીપણું થાય; કેમ કે સ્વભાવભેદનું જ પરિણામ ભેદાર્થપણું છે અને તે રીતે=ઈશ્વર અને આત્માને પાતંજલદર્શનકાર પરિણામી સ્વીકારે છે તે રીતે, અપસિદ્ધાંત છે=આત્માતા કૂટસ્થ નિત્યપણાના પાતંજલદર્શનકારના સિદ્ધાંતનો વિરોધ છે.
શ્લોક-૩માં પાતંજલમતાનુસાર ઈશ્વરમાં સર્વજ્ઞતાના સ્વીકાર માટે કહેલ કે ઈશ્વરમાં સાત્ત્વિક પરિણામ કાષ્ઠા પ્રાપ્ત છે, અને તેમાં મુક્તિ આપેલ કે, જ્ઞાનાદિ ચિત્તધર્મોનું તારતમ્યથી પરિદૃશ્યમાનપણું હોવાથી કોઈ સ્થાનરૂપ ઈશ્વરમાં નિરતિશયપણાની સિદ્ધિ છે. તેનું નિરાકરણ કરતાં શ્લોકના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે –
જ્ઞાના િ.... સિધ્ધાપર, અને જ્ઞાનાદિધર્મોના ઉત્કર્ષથી ઈશ્વરની સિદ્ધિ છે એ પણ નથી, જે કારણથી જ્ઞાનાદિમાં સાધ્યમાન એવો ધર્મોને અતિઉત્કર્ષ એની જેમ અન્યત્ર અજ્ઞાનાદિમાં, અતિપ્રસંજક=અનિષ્ટસિદ્ધિને કરનારું છે; કેમ કે અતિઉત્કૃષ્ટ જ્ઞાનાદિમHણાથી ઈશ્વરની જેમ તેવા પ્રકારના અજ્ઞાનાદિમત્પણાથી અતિઉત્કૃષ્ટ અજ્ઞાનાદિમત્પણાથી, તેના પ્રતિપક્ષની પણ ઈશ્વરના પ્રતિપક્ષ એવા અજ્ઞાનાદિમાન પુરુષની પણ, સિદ્ધિની આપત્તિ છે.
રૂઢ્યું... અનાશ્રવૃત્તિ, અને આ રીતે-પૂર્વમાં થતો થર્નામ્ ..... સિધ્યાપક દ્વારા સ્થાપન કર્યું એ રીતે, જ્ઞાનત્વ ઉત્કર્ષ-અપકર્ષઅનાશ્રયવૃત્તિ છે ઉત્કર્ષના અનાશ્રયમાં વૃત્તિ છે અને અપકર્ષના અનાશ્રયમાં વૃત્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે શ્લોક-૩માં સ્થાપન કર્યું કે તારતમ્યવાળા સાતિશય ધર્મોનો પરમાણુમાં અલ્પત્વ મળે છે અને આકાશમાં મહત્ત્વ મળે છે, તેની જેમ જ્ઞાનત્વનો આશ્રય જ્ઞાન ક્યાંક નિરતિશય સિદ્ધ થઈ શકે છે. તેના નિરાકરણ માટે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org