________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/બ્લોક-પ-૬ યોગીના આત્મામાં અનુગ્રાહ્યસ્વભાવ વગર ઈશ્વરના અનુગ્રહથી યોગની પ્રાપ્તિની અસંગતિઃ
જે જીવોમાં ઈશ્વરના અનુગ્રહને ઝીલી શકે તેવો સ્વભાવ ન હોય તેવા જીવોમાં ઈશ્વરના અનુગ્રહથી યોગની નિષ્પત્તિ થાય છે તેમ કહી શકાય નહિ.
જેમ – પરમાણુમાં આત્મારૂપે થવાની યોગ્યતા નથી. આમ છતાં ઈશ્વરને ઇચ્છા થાય કે “આ અણુને હું આત્મા બનાવું તોપણ અણુ ક્યારેય આત્મા બને નહિ; કેમ કે અણુમાં રહેલો જડ સ્વભાવ ક્યારેય પરાવર્તન પામીને ચેતનસ્વભાવ બની શકે નહિ, તેથી જે જીવોમાં ઈશ્વરના અનુગ્રહને ઝીલવાની યોગ્યતા છે, તેવા જીવોને સન્માર્ગ બતાવવા દ્વારા ઈશ્વર અનુગ્રહ કરી શકે તેમ સ્વીકારી શકાય, પરંતુ જે જીવોમાં અનુગ્રહ પામવા યોગ્ય સ્વભાવ નથી, તેવા જીવોમાં ઈશ્વરના અનુગ્રહથી યોગ નિષ્પન્ન થાય છે, તેમ સ્વીકારી શકાય નહિ. પી. અવતરણિકા :
શ્લોક-પમાં પાતંજલમતને દૂષણ આપતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે ઈશ્વરથી અનુગ્રાહ્ય જીવમાં અનુગ્રાહ્યસ્વભાવ વગર ઈશ્વરથી અનુગ્રહ થઈ શકે નહિ. તે દોષના નિવારણ માટે પાતંજલદર્શનકાર ઈશ્વરનો અનુગ્રાહકસ્વભાવ અને સંસારી જીવોનો અનુગ્રાહ્યસ્વભાવ સ્વીકારે તો ઈશ્વરનો અનુગ્રહ સંગત થાય, પરંતુ તેમ સ્વીકારવાથી આત્મા પરિણામી સિદ્ધ થાય. તેથી પાતંજલમત પ્રમાણે આત્માના કૂટસ્થપણાની હાનિની પ્રાપ્તિ થાય એ બતાવવા અર્થે, વળી ઈશ્વરમાં સાત્વિક પરિણામ પરાકાષ્ઠાનો છે તેના બળથી જ્ઞાનાદિ ધર્મોના ઉત્કર્ષથી ઈશ્વરની સિદ્ધિ પાતંજલદર્શનકાર કરે છે તે પણ યુક્ત નથી, એ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
उभयोस्तत्स्वभावत्वभेदे च परिणामिता ।।
अत्युत्कर्षश्च धर्माणामन्यत्रातिप्रसञ्जकः ।।६।। અન્વયાર્થ:
=અને ૩મયો:=ઉભયતા=ઈશ્વર અને ઈશ્વરથી અનુગ્રાહ્ય એવા આત્માના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org