________________ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧ જેમ તેવા પ્રકારના અજ્ઞાનપણાથી ઈશ્વરના પ્રતિપક્ષ એવા પુરુષની સિદ્ધિ થાય એ પ્રકારનો પ્રતિરોધ છે, માટે જ્ઞાનત્વને ઉત્કર્ષ-અપકર્ષ અનાશ્રયવૃત્તિ સ્વીકારવું જોઈએ, અને તેમ સ્વીકારીએ તો નિરતિશય જ્ઞાનવાળા ઈશ્વર છે, એમ જે પાતંજલદર્શનકાર કહે છે તે સિદ્ધ થાય નહિ. વિશેષાર્થ : જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે જ્ઞાન આત્માનો ધર્મ છે, અને તેના ઉપર કર્મના આવરણો છે, તેથી જે જે અંશમાં આવરણનું વિગમન થાય છે, તે તે અંશમાં જ્ઞાન પ્રગટ થાય છે; અને સર્વ કર્મોનું વિગમન થાય ત્યારે ઉત્કર્ષવાળું જ્ઞાન કેવલીને પ્રાપ્ત થાય છે, અને કર્મના આવરણવાળું જ્ઞાન પ્રસ્થાને છે, તેથી છબસ્થ જીવો પૂર્ણ શેયને જાણી શકતા નથી, પરંતુ મનોવ્યાપાર દ્વારા કિંચિત્ શેયને જાણી શકે છે. તેથી છબસ્થ જીવોને ઉત્કર્ષવાળું જ્ઞાન સ્વીકારી શકાય નહિ. પાતંજલદર્શનકાર જ્ઞાનને ચિત્તનો ધર્મ સ્વીકારે છે, અને તે જ્ઞાનનો ઉત્કર્ષ ઈશ્વરમાં છે તેમ માને છે, તે તેમનું વચન યુક્ત નથી; કેમ કે ચિત્તના ધર્મરૂપ એવું જ્ઞાન ઉત્કર્ષવાળું સ્વીકારીએ તો ચિત્તના ધર્મરૂપ એવું અજ્ઞાન પણ ક્યાંક ઉત્કર્ષવાળું સ્વીકારવું જોઈએ, અને છબસ્થ જીવોને ચિત્તમાં જ્ઞાન અને અજ્ઞાન બંનેનો અનુભવ થાય છે, તેથી ચિત્તનો ધર્મ જેમ જ્ઞાન છે તેમ ચિત્તનો ધર્મ અજ્ઞાન પણ છે, અને તે ચિત્તના ધર્મરૂપ અજ્ઞાનને કોઈક ચિત્તમાં ઉત્કર્ષવાળું છે, તેમ સ્વીકારીએ તો અજ્ઞાનના ઉત્કર્ષવાળા એવા પુરુષની સિદ્ધિ થાય. વસ્તુતઃ જડ પદાર્થમાં અજ્ઞાનનો ઉત્કર્ષ છે, અને જગતમાં કોઈ એવો પુરુષ નથી કે જેમના ચિત્તમાં ઉત્કર્ષવાળું અજ્ઞાન વર્તે છે. આમ છતાં કોઈક ચિત્તમાં અજ્ઞાનનો ઉત્કર્ષ છે તેમ સ્વીકારીએ તો એ પ્રાપ્ત થાય કે, કોઈક એવો પુરુષ છે કે જેના ચિત્તમાં જડ પદાર્થની જેમ અજ્ઞાનનો ઉત્કર્ષ છે, તેમ સ્વીકારવાની પાતંજલદર્શનકારને આપત્તિ આવે. આત્માને પરિણામી સ્વીકાર્યા વગર જગત્કર્તારૂપે ઈશ્વરની અસિદ્ધિઃ શ્લોક-રની ટીકામાં પાતંજલમતાનુસાર કહ્યું કે, પ્રકૃતિ અને પુરુષના સંયોગ અને વિયોગ સંસારી જીવોમાં દેખાય છે, તેથી સંસાર અને મોક્ષ સંગત થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org