________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૧
ક્લેશો :
(૧) અવિદ્યા, (૨) અસ્મિતા, (૩) રાગ, (૪) દ્વેષ અને (૫) અભિનિવેશસ્વરૂપ ક્લેશો છે.
ક્લેશોનું સ્વરૂપ સ્વયં ગ્રંથકારશ્રી આગળમાં બતાવવાના છે.
પાતંજલમતાનુસાર કર્માશયનું સ્વરૂપ :
ક્લેશમૂળ કર્માશય છે=જીવમાં કૃત્ય કરવાનો આશય છે અને તે કર્માશય દૃષ્ટજન્મવેદનીય અને અદષ્ટજન્મવેદનીય છે.
દૃષ્ટજન્મવેદનીય કર્માશય :
જે કર્મ આ જન્મમાં વેદનીય=ભોગવવા યોગ્ય છે, તે દૃષ્ટજન્મવેદનીય કર્માશય છે.
અદૃષ્ટજન્મવેદનીય કર્માશય :
-
જે કર્મ જન્માંતરમાં વેદનીય=ભોગવવા યોગ્ય છે, તે અદૃષ્ટજન્મવેદનીય કર્માશય છે.
૧૧
આનાથી એ પ્રાપ્ત થાય છે કે ક્લેશોને કારણે જીવમાં તે તે કૃત્યો કરવાનો કર્માશય થાય છે અને તેના કારણે પુણ્યરૂપ કે પાપરૂપ કર્મ બંધાય છે અને તે પુણ્યરૂપ કે પાપરૂપ કર્મ કેટલાક આ ભવમાં વેદનીય છે અને કેટલાક અન્ય ભવમાં વેદનીય છે.
હવે આ ભવમાં વેદનીયકર્મ કઈ રીતે ફળ આપે છે તે સ્પષ્ટ કરતાં વિપાક આશય બતાવે છે
-
પાતંજલમતાનુસાર વિપાકાશયનું સ્વરૂપ :
તીવ્રસંવેગથી કરાયેલા દેવતા આરાધનાદિ પુણ્યરૂપ કર્મો આ જ જન્મમાં જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ ફળ આપે છે.
Jain Education International
અહીં પ્રશ્ન થાય કે પૂર્વભવના કર્મને કા૨ણે જાતિ આદિની પ્રાપ્તિ છે તેનું પરાવર્તન આ ભવના કર્મોથી કઈ રીતે થઈ શકે ? તે દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે
છે --
For Private & Personal Use Only
www.jainelibrary.org