________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨ ભાવાર્થ :
શ્લોક-૧માં કહ્યું કે, ઈશ્વરના અનુગ્રહથી પાતંજલમતાનુસાર યોગની સિદ્ધિ થાય છે, અને ઈશ્વર ક્લેશાદિના સ્પર્શ વગરનો છે તેમ બતાવ્યું. હવે ઈશ્વરમાં ચાર ભાવો અનાદિના છે તે બતાવતાં કહે છે – પાતંજલમતાનુસાર ઈશ્વરમાં અપ્રતિઘ અને સહજસિદ્ધ જ્ઞાન, વૈરાગ્ય ઐશ્વર્ય અને ધર્મનું સ્વરૂપ :
(૧) ઈશ્વરમાં જ્ઞાન અપ્રતિઘ=અપ્રતિહત, છે; કેમ કે ઈશ્વરનું જ્ઞાન નિત્ય છે અને સર્વવિષયવાળું છે, માટે કોઈ કાળમાં તે જ્ઞાન પ્રતિહત નથી, પરંતુ સર્વકાળમાં વિદ્યમાન છે અને કોઈ વિષયમાં સ્પર્શ ન પામે તેવું નથી, પરંતુ સર્વવિષયને જાણે તેવું છે માટે અપ્રતિહત છે.
(૨) ઈશ્વરનો વૈરાગ્ય અપ્રતિઘ=અપ્રતિહત છે; કેમ કે ઈશ્વરમાં રાગનો અભાવ છે, તેથી સર્વ ભાવો પ્રત્યે સદા મધ્યસ્થભાવ છે.
(૩) ઈશ્વરનું ઐશ્વર્ય પાતંત્ર્યના અભાવના કારણે અપ્રતિઘ=અપ્રતિહત છે; અને તે ઐશ્વર્ય અણિમાલધિમા આદિ લબ્ધિઓ સ્વરૂપ છે.
(૪) ઈશ્વરમાં પ્રયત્ન અને સંસ્કારરૂપ ધર્મ અપ્રતિઘ=અપ્રતિહત છે; કેમ કે ઈશ્વરમાં અધર્મનો અભાવ છે.
વળી આ જ્ઞાનાદિ ચારે ઈશ્વરમાં સહજસિદ્ધ છે=અન્યની અપેક્ષા નહિ હોવાને કારણે અનાદિકાળથી ઈશ્વરના આત્મા સાથે વ્યવસ્થિત છે. નોંધ :
અહીં ભાવાર્થમાં લખેલ ઈશ્વરમાં અપ્રતિહત અને સહજસિદ્ધ જ્ઞાનાદિ ચારેનું સ્વરૂપ જ્ઞાનમપ્રતિઘં શ્લોક શાસ્ત્રાવાર્તાસમુચ્ચય ગ્રંથમાં છે, તે ગ્રંથની સ્યાદ્વાદકલ્પલતા ટીકામાં જણાવ્યા મુજબ છે.
આ કથનને યથા હિથી ટીકામાં સ્પષ્ટ કરે છે – પાતંજલમતાનુસાર સંસારીજીવો ફૂટસ્થ નિત્ય છે, તેથી ઈશ્વર જેવા છે, તોપણ તેઓને સુખ, દુઃખ અને મોહપણાથી વિપરિણત એવું ચિત્ત પ્રાપ્ત છે, અને તે ચિત્ત ધર્મનામના નિર્મળ એવા સાત્ત્વિક પરિણામમાં પ્રતિસંક્રાંત થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org