________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા|શ્લોક-૨
नैवमीश्वरस्य, किन्तु तस्य केवल एव सात्त्विकः परिणामो भोग्यतया व्यवस्थित इति, किञ्च प्रकृतिपुरुषसंयोगवियोगयोरीश्वरेच्छाव्यतिरेकेणानुपपत्तेरनादिज्ञानादिमत्त्वमस्य सिद्धम् ।।२।।
૨૦
ટીકાર્ય :
ज्ञानादयो સહનાશ્વ ।। અહીં=ઈશ્વરમાં, જ્ઞાનાદિ=જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ એ ચાર અપ્રતિઘ=અપ્રતિહત છે, અને સહજ છે–ઈશ્વરના આત્મા સાથે સહજસિદ્ધ છે.
જ્ઞાનાદિ ચાર ઈશ્વરમાં કેમ અપ્રતિ અને સહજસિદ્ધ છે તેમાં હેતુ કહે છે - शुद्धसत्त्वस्य સભ્યસ્થાત્, શુદ્ધસત્ત્વતો અનાદિ સંબંધ છે=ઈશ્વરના આત્મામાં શુદ્ધસત્ત્વનો અનાદિ સંબંધ છે.
ઈશ્વરમાં શુદ્ધસત્ત્વનો અનાદિ સંબંધ છે, અન્યમાં નથી તે યાદિથી સ્પષ્ટ કરે છે —
યથા ત્તિ ..... કૃતિ । જે પ્રમાણે જ ઇતરનું=સંસારીજીવોનું સુખ, દુઃખ અને મોહપણાથી વિપરિણત એવું ચિત્ત નિર્મળ એવા સાત્ત્વિક ધર્માત્મપ્રખ્યમાં પ્રતિસંક્રાંત થયેલું ચિત્કાયાના સંક્રાંતથી અંતઃસંવેદ્ય છે, એ પ્રમાણે ઈશ્વરને નથી, પરંતુ તેમને=ઈશ્વરને, કેવલ જ સાત્ત્વિકપરિણામ ભોગ્યપણારૂપે વ્યવસ્થિત છે.
કૃતિ શબ્દ ઈશ્વરમાં શુદ્ધસત્ત્વનો અનાદિ સંબંધ છે તેના સ્પષ્ટીકરણની સમાપ્તિસૂચક છે.
શ્લોકમાં ઈશ્વરનું સ્વરૂપ બતાવ્યું તે ટીકામાં સ્પષ્ટ કર્યું. હવે સંસારી જીવો કરતાં અતિરિક્ત એવા ઈશ્વરને અનાદિ એવા જ્ઞાનાદિમાનપણારૂપે સ્વીકારવાની યુક્તિ પાતંજલમતાનુસાર ગ્રંથકારશ્રી બતાવે છે
किञ्च સિદ્ધમ્ ।। વળી ઈશ્વરની ઇચ્છા વગર પ્રકૃતિ અને પુરુષના સંયોગ-વિયોગની અનુપપત્તિ=અસંગતિ હોવાથી આવું=ઈશ્વરનું, અનાદિજ્ઞાનાદિમાનપણું સિદ્ધ છે. ।।૨।।
* અહીં ટીકામાં પ્રતિપક્ષાઃ પાઠ છે ત્યાં સ્યાદ્વાદકલ્પલતામાં જ્ઞાનમપ્રતિઘં શ્લોક છે તેની ટીકા મુજબ અપ્રતિહતાઃ પાઠ સુસંગત જણાય છે.
*****
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org