________________
૧3
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧
જેમ – પૂર્વમાં રૂપપરાવર્તનની શક્તિ ન હતી, પરંતુ ઔષધિને કારણે રૂપપરાવર્તન કરવાનો જે ઉત્કર્ષવિશેષ પ્રાપ્ત થયો તે સિદ્ધિ કહેવાય છે.
વળી નંદીશ્વરને આ જન્મમાં પૂર્વ કરતાં વિશિષ્ટ જાતિ આદિ પ્રાપ્ત થયા તે જાત્યંતરનો પરિણામ મહેશ્વરની આરાધનાથી બંધાયેલી પુણ્યપ્રકૃતિના પૂરણથી થયેલ છે એમ પાતંજલ યોગસૂત્ર ૪/રમાં કહેલ છે.
નંદીશ્વરાદિને મહેશ્વરની આરાધનાના બળથી આ જ જન્મમાં વિશિષ્ટ જાતિ આદિ પ્રાપ્ત થયા ત્યાં કોઈને પ્રશ્ન થાય કે નંદીશ્વરે જે ઈશ્વરની આરાધના કરી તે રૂપ ધર્મથી વિશિષ્ટ જાતિ આદિ પ્રાપ્ત થયા. પરંતુ સૂત્ર ૪રમાં કહ્યું તેમ પુણ્યપ્રકૃતિના પૂરણથી વિશિષ્ટ જાતિ આદિ પ્રાપ્ત થયા નથી. તેના નિરાકરણ માટે પાતંજલયોગસૂત્ર ૪૩માં કહે છે.
નિમિત્ત અપ્રયોજક છે=દેવતાના આરાધનાદિથી થયેલ ધર્મરૂપ નિમિત્ત તે વિશિષ્ટ જાતિ આદિના પ્રાદુર્ભાવમાં અપ્રયોજક છે તો કઈ રીતે તે દેવતાઆરાધનાદિ ધર્મથી વિશિષ્ટ જાતિ આદિની પ્રાપ્તિ થઈ તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
દેવતા આરાધનાદિરૂપ ધર્મથી પ્રકૃતિના વરણનો ભેદ થાય છે તેનાથી વિશિષ્ટ જાતિ આદિનો પ્રાદુર્ભાવ થાય છે. ક્ષેત્રિકની જેમ.
આશય એ છે કે ખેડૂત ક્યારામાં પાણી સિંચન કરતી વખતે પ્રથમ ક્યારામાં પાણી જાય આગળમાં ન જાય તે માટે ત્યાં માટીની પાળ બાંધે છે, અને તે ક્યારામાં જરૂર પ્રમાણે પાણી અપાયા પછી અન્ય ક્યારામાં પાણી લઈ જવા અર્થે તે માટીની પાળને દૂર કરે છે, તેથી પાણી સ્વતઃ અન્ય ક્યારામાં જાય છે, તેમ નંદીશ્વરે જે મહેશ્વરની આરાધના કરી તે આરાધનારૂપ ધર્મથી પૂર્વભવમાં જે હીન પ્રકારના જાતિ આદિ બાંધેલા અને તેનો ઉદય વર્તમાનભવમાં હતો, તે હીન જાતિ આદિને નવી જાતિ આદિને વિપાકમાં લાવવામાં આવરણરૂપ હતા, તેનો દેવતાઆરાધનાદિ રૂપ ધર્મથી ભેદ થાય છે, તેથી વર્તમાનની આરાધનાના બળથી પ્રાપ્ત થયેલા વિશિષ્ટ જાતિ આદિ સ્વતઃ વિપાકમાં આવે છે.
વળી સંસારી જીવોમાં કર્મોનું મૂળ એવું ક્લેશરૂપ બીજ હોય, તો તે ક્લેશરૂપ બીજથી કુશળ-અકુશળ કર્મો થાય છે અને તેઓનો જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ વિપાકરૂપ ફળ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org