________________
૧૬
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૧
આ કથનથી અર્થથી એ ફલિત થાય છે કે યોગીઓ પોતાના સર્વ કૃત્યો ઈશ્વરને અર્પણ કરે છે, તેથી તેઓને ફળના ત્યાગનું અનુસંધાન હોવાથી ફળજનક એવો કર્માશય પ્રગટ થતો નથી, જ્યારે અયોગી જીવોના કર્મોથી ફળજનક એવો કર્માશય પ્રગટે છે. પાતંજલમતાનુસાર કર્માશયથી વિપાકને અનુરૂપ વાસનાઓની અભિ
:
વ્યક્તિ:
આ કર્માશયથી તેના વિપાકને અનુરૂપ વાસનાઓની અભિવ્યક્તિ થાય છે એ પ્રમાણે પાતંજલયોગસૂત્ર ૪૮માં કહ્યું છે અને તે કથનને સ્પષ્ટ કરતાં કહે
છે
પાતંજલમતાનુસાર કર્મવાસનાનું સ્વરૂપ :
આત્મામાં બે પ્રકારની કર્મવાસના=કૃત્યોની વાસના, પડેલી છે – (૧) સ્મૃતિમાત્રફળવાળી કર્મવાસના અને
(૨) જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી કર્મવાસના.
સ્મૃતિમાત્રફળવાળી કર્મવાસનાનું સ્વરૂપ :
કોઈ જીવે જે પ્રકારના કૃત્યોથી જે પ્રકારનું દેવ, મનુષ્ય કે તિર્યંચ વગેરેનું શરીર બનાવ્યું હોય, ત્યારપછી ઘણા ભવના વ્યવધાન પછી ફરી તેવું દેવાદિનું શરીર બનાવે ત્યારે તે શરીરને અનુરૂપ સ્મૃતિ ઉત્પન્ન થાય છે, તે સ્મૃતિમાત્રફળવાળી કર્મવાસના છે.
આશય એ છે કે કોઈ જીવે વર્તમાનના દેવના ભવમાં જે પ્રકારના કૃત્યો કર્યા હોય, તે દેવભવથી તે જીવ મનુષ્ય કે પશુ આદિ ભવમાં જાય ત્યારે તે દેવભવના કૃત્યોના સંસ્કારો જાગૃત થતા નથી, પરંતુ જે મનુષ્ય કે પશુ આદિનો ભવ મળ્યો છે તે મનુષ્ય કે પશુ આદિના ભવ જેવા પૂર્વના કોઈ મનુષ્ય કે પશુ આદિના ભવના સંસ્કારો જાગૃત થાય છે, અને દેવભવના કૃત્યોના સંસ્કા૨ો તે વખતે તિરોધાન થાય છે, અને તે જીવ ફરી દેવભવમાં આવે ત્યારે તે દેવભવમાં જે કૃત્યો કરેલા તેવા કૃત્યોના સંસ્કારો જાગૃત થાય છે. આથી કોઈ મનુષ્ય મૃત્યુ પામીને ભૂંડના ભવમાં જાય તો મનુષ્યભવમાં વિષ્ટા પ્રત્યે જુગુપ્સાના સંસ્કારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org