________________
૧૭
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧ હતા તે જાગૃત થતા નથી, પરંતુ પૂર્વના ભૂંડના ભવના વિષ્ટા પ્રત્યે આકર્ષણના સંસ્કારો હતા તે જાગૃત થાય છે.
અહીં કોઈને શંકા થાય કે, એક દેવભવ પછી બીજા દેવભવના વચમાં ઘણું વ્યવધાન પડે છે, તેથી દેવભવના કૃત્યોના સંસ્કારો અતિવ્યવધાનવાળા બીજા દેવભવમાં તે સંસ્કારોની સ્મૃતિનું કારણ કઈ રીતે બની શકે ? તેથી કહે છે –
દેવભવમાં કરાયેલા કૃત્યોના સંસ્કારો વાસનારૂપે ચિત્તમાં રહેલા હોય છે, અને ફરી દેવભવ મળે ત્યારે તે દેવભવ તે સંસ્કારોનો ઉદ્ધોધક બને છે, તેથી તે સંસ્કારોની સ્મૃતિવિશેષ થવામાં વ્યવધાન નથી, અર્થાત્ વચ્ચે બીજા વિકૃત વ્યવધાન છે પણ દેવભવ મળ્યા પછી ફરી દેવભવ મળ્યો ત્યારે તે દેવભવના કૃત્યોના સંસ્કારો જાગૃત થવાથી તે દેવનો આત્મા ફરી તેવા કૃત્યો કરે છે.
આ રીતે સ્મૃતિમાત્રફળવાળી કર્મવાસના બતાવી. હવે આ સ્મૃતિમાત્રફળવાળી વાસનાના સંસ્કારો આત્મામાં અનાદિકાળથી છે તે બતાવે છે –
સુખના સાધનના અવિયોગના અધ્યવસાયના સંકલ્પરૂપ જે મોહનાં પરિણામ છે તે મોહના પરિણામરૂપ બીજનું આત્મામાં અનાદિપણું છે, તેથી સ્મૃતિમાત્રફળવાળી કર્મવાસના અનાદિથી પ્રવર્તે છે.
આશય એ છે કે સંસારી જીવોને સુખના સાધનના અવિયોગનો અધ્યવસાય વર્તે છે, જે ભોગ પદાર્થ પ્રત્યે મોહનો પરિણામ છે. આ મોહનો પરિણામ જીવમાં અનાદિકાળનો છે, તેથી તે તે ભોગોમાંથી આનંદ લેવાની ઇચ્છા અનાદિની વર્તે છે અને તે તે ભોગોમાંથી આનંદ લેવાની ઇચ્છા અનાદિની છે, તેથી જીવ જે ભવમાં જાય તે ભાવને અનુરૂપ તે તે કૃત્યોના સંસ્કારો જાગૃત થાય છે, તેથી તે તે ભવમાં તેવા તેવા કૃત્યો કરીને તે તે પ્રકારે આનંદ લેવા પ્રયત્ન કરે છે. જો જીવમાં સુખના સાધનના અવિયોગનો અધ્યવસાય ન હોય તો ભોગનાં સાધનમાંથી આનંદ લેવા તે તે ભવમાં તે તે કૃત્યો કરે છે તે પ્રકારે કૃત્યો કરે નહીં. આથી જ વીતરાગને મોહનો પરિણામ નહીં હોવાથી તે તે પદાર્થમાંથી તે તે પ્રકારનો આનંદ લેવા તે તે કૃત્યો કરતા નથી.
પૂર્વમાં બે પ્રકારની કર્મવાસના છે તેમ કહ્યું, તેમાંથી સ્મૃતિમાત્રફળવાળી કર્મવાસનાનું સ્વરૂપ અત્યાર સુધી સ્પષ્ટ કર્યું. હવે જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી કર્મવાસનાનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org