________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા|શ્લોક-૧
૧૫
પાતંજલમતાનુસાર અયોગી જીવોના ત્રણ પ્રકારના કર્મનું=કૃત્યનું, સ્વરૂપ :
(૧) શુક્લકર્મ :- શુભફળને આપનારું યાગાદિ કર્મ=કૃત્ય, શુક્લકર્મ છે અર્થાત્ સંસારી જીવોનું જે સાશય ચિત્ત છે, તેનાથી તેઓ જે ક્રિયા કરે છે તે ક્રિયામાં તેઓ જે યાગાદિક્રિયા કરે છે તે શુભફળને આપનાર શુક્લકર્મ છે.
(૨) કૃષ્ણકર્મ :- અયોગી જીવો જે બ્રહ્મહત્યાદિ ક્રિયા કરે છે તે અશુભફળને આપનાર કૃષ્ણકર્મ છે.
(૩) શુક્લ-કૃષ્ણકર્મ :- ઉભય સંકીર્ણ=કેટલાક જીવો શુક્લ અને કૃષ્ણ ઉભય કૃત્યો કરે છે તે શુક્લ-કૃષ્ણકર્મ છે.
તેમાં=ત્રણ પ્રકારના કૃત્યોમાં, જે પુરુષો દાન, તપ અને સ્વાધ્યાયાદિ પ્રવૃત્તિઓ કરે છે તેઓનું શુક્લકર્મ છે.
ના૨કના જીવો જે પરસ્પર સંક્લેશ કરે છે તેઓનું કૃષ્ણકર્મ છે. અને
મનુષ્યો જે સંસા૨માં શુભ અને અશુભ પ્રવૃત્તિઓ કરે છે તે શુક્લ-કૃષ્ણ કર્મ
છે.
યોગીઓને અશુક્લ-અકૃષ્ણકર્મ :
વળી યોગીઓને વિલક્ષણ=અશુક્લ-અકૃષ્ણકર્મ છે.
યોગીઓ અનાશચિત્તવાળા છે અને અયોગીઓ સાશચિત્તવાળા છે, એમ પૂર્વમાં બતાવ્યું. ત્યારપછી સાશચિત્તવાળા અયોગીઓ કેવા કૃત્યો કરે છે, તે બતાવવા અર્થે ત્રણ પ્રકારના કર્મો બતાવ્યા, અને યોગીઓને અનાશય ચિત્ત હોવાથી તેઓનું કૃત્ય અશુક્લ-અકૃષ્ણ હોય છે તેમ બતાવ્યું. હવે સાશયચિત્તવાળા જીવો જે કૃત્યો કરે છે તેનાથી કર્માશય પ્રગટે છે અર્થાત્ પુણ્ય અને પાપરૂપ કર્માશય પ્રગટે છે તે બતાવવા અર્થે કહે છે
પાતંજલમતાનુસાર કર્માશયનું સ્વરૂપ :
સાશય ચિત્તવાળા જીવો પોતાના કૃત્યો ઈશ્વરને સમર્પણ કરીને ફળત્યાગનું અનુસંધાન કરતા નથી, પરંતુ ફળની અપેક્ષા રાખીને તે તે કૃત્યો કરે છે, તેથી તેઓના કૃત્યોથી ફળજનક એવો કર્માશય પ્રગટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org