________________
૧૪
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧ પાતંજલમતાનુસાર જાતિ, આયુષ્ય અને ભોગનું સ્વરૂપ :-
જાતિ મનુષ્યાદિ છે, આયુષ્ય ચિરકાળ સુધી શરીરના સંબંધરૂપ છે અને ભોગ શબ્દથી ત્રણ અર્થનું ગ્રહણ થાય છે.
(૧) કર્મને સાધનારી વ્યુત્પત્તિથી ભોગ શબ્દથી ભોગના વિષયો ગ્રહણ થાય છે.
(૨) કરણને સાધનારી વ્યુત્પત્તિથી ભોગ શબ્દથી ઇન્દ્રિયો ગ્રહણ થાય છે, કેમ કે ઇન્દ્રિયો દ્વારા સંસારી જીવો ભોગ કરે છે.
(૩) ભાવને સાધનારી વ્યુત્પત્તિથી ઇષ્ટ-અનિષ્ટ પદાર્થના સંયોગથી થતા સુખ-દુઃખનું સંવેદન પ્રાપ્ત થાય છે.
આ રીતે પાતંજલમતાનુસાર જાતિ, આયુષ્ય અને ભોગથી સર્વ કર્મોના ફળનો સંગ્રહ થાય છે; કેમ કે કર્મોના ફળનો આ ત્રણમાં સમાવેશ થાય છે.
પૂર્વમાં ઈશ્વરનું સ્વરૂપ બતાવતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે ક્લેશ, કર્ભાશય અને વિપાકાશયથી નહિ સ્પર્શાયેલો પુરુષવિશેષ ઈશ્વર છે. ત્યારપછી ક્લેશ, કર્ભાશય અને વિપાકાશયનું સ્વરૂપ અત્યાર સુધી સ્પષ્ટ કર્યું. હવે તેનું તાત્પર્ય શું છે તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – પાતંજલમતાનુસાર ચિત્તનું સ્વરૂપ -
સંસારીજીવોનું ચિત્ત બે પ્રકારનું છે : (૧) સાશય અને (૨) અનાશય. યોગીઓને અનાશય ચિત્ત હોય છે અને અયોગીઓને સાશય ચિત્ત હોય છે. યોગીઓનું અનાશય ચિત્ત કેવું છે તે પાતંજલયોગસૂત્ર ૪૬થી સ્પષ્ટ કરે છે – અનાશયચિત્તનું સ્વરૂપ -
ધ્યાનથી થનારું અનાશય ચિત્ત હોય છે, અર્થાત્ યોગીઓ આત્માના શુદ્ધસ્વરૂપનું ધ્યાન કરતા હોય છે, તેના કારણે તેઓને અનાશય ચિત્ત પ્રગટે છે, આથી યોગીઓનું કર્મકૃત્ય, અશુક્લ-અકૃષ્ણ હોય છે.
અયોગી જીવોને ત્રણ પ્રકારનું કર્મ હોય છે તે ત્રણ પ્રકાર બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org