________________
૧૨
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧ જેમ – નંદીશ્વર નામના કોઈક સાધકને ભગવાન મહેશ્વરની આરાધનાના બળથી આ જ જન્મમાં પૂર્વમાં જે જાતિ આદિ પ્રાપ્ત થયેલા તેના કરતાં વિશિષ્ટ જાતિ આદિ પ્રાપ્ત થયા.
અહીં પ્રશ્ન થાય કે પૂર્વભવના કર્મને કારણે જે જાત્યાદિ મળેલ હોય તે જાત્યાદિ વિદ્યમાન હોય તો મહેશ્વરની આરાધનાના બળથી તે ભવમાં વિશિષ્ટ જાતિ આદિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહિ. તેનું નિરાકરણ કરતાં કહે છે –
જેમ ખેડૂત ક્યારાઓ કરીને પાણીનું સિંચન કરતો હોય, તે વખતે એક ક્યારામાં પાણીનું સિંચન કર્યા પછી અન્ય ક્યારામાં પાણીને લઈ જવા માટે જે પ્રતિબંધકરૂપે માટીની પાળ કરેલી હોય, તેને દૂર કરે તો તે પાણીનો પ્રવાહ સ્વાભાવિક અન્ય ક્યારામાં જાય છે, તેથી જેમ અન્ય ક્યારામાં જલનું આપૂરણ થાય છે, તેમ સદનુષ્ઠાનના બળથી વિશિષ્ટ જાતિ આદિને વિપાકમાં લાવવામાં પ્રતિબંધક એવા આ જન્મમાં પ્રાપ્ત થયેલ જાતિ આદિરૂપ પ્રતિબંધકને સદનુષ્ઠાન દ્વારા દૂર કરવામાં આવે તો મહેશ્વરની આરાધનાના બળથી પ્રાપ્ત થયેલી પાશ્ચાત્ય પ્રકૃતિઓનું આપૂરણ થવાથી અર્થાત્ આરાધનાથી પ્રગટ થયેલી પાછળની પ્રકૃતિઓ ઉદયમાં આવવાથી, વિશિષ્ટ જાતિ આદિની પ્રાપ્તિ થાય છે. અને તે વિશિષ્ટ જાતિ આદિની પ્રાપ્તિ સિદ્ધિવિશેષ કહેવાય છે અર્થાત્ મહેશ્વરની આરાધનાના બળથી તે નંદીશ્વર નામના સાધકને વિશિષ્ટ જાતિ આદિની પ્રાપ્તિરૂપ સિદ્ધિવિશેષ થઈ એમ કહેવાય છે. તેમાં પાતંજલયોગસૂત્ર ૪/૧ની સાક્ષી આપે છે –
કેટલીક સિદ્ધિઓ જન્મથી થાય છે, જેમ – પક્ષીને આકાશગમનની સિદ્ધિ. કેટલીક સિદ્ધિઓ ઔષધિથી થાય છે, જેમ – ઔષધિના બળથી મનુષ્યો પોતાનું રૂપ પરાવર્તન કરે છે. કેટલીક સિદ્ધિઓ મંત્રથી થાય છે, કેટલીક સિદ્ધિઓ તપથી થાય છે અને કેટલીક સિદ્ધિઓ સમાધિથી થાય છે. | સિદ્ધિ શું છે તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – કાર્યના કારણનો ઉત્કર્ષવિશેષ સિદ્ધિ છે=કાર્યને કરવાનું સામર્થ્યવિશેષ સિદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org