SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૧ ક્લેશો : (૧) અવિદ્યા, (૨) અસ્મિતા, (૩) રાગ, (૪) દ્વેષ અને (૫) અભિનિવેશસ્વરૂપ ક્લેશો છે. ક્લેશોનું સ્વરૂપ સ્વયં ગ્રંથકારશ્રી આગળમાં બતાવવાના છે. પાતંજલમતાનુસાર કર્માશયનું સ્વરૂપ : ક્લેશમૂળ કર્માશય છે=જીવમાં કૃત્ય કરવાનો આશય છે અને તે કર્માશય દૃષ્ટજન્મવેદનીય અને અદષ્ટજન્મવેદનીય છે. દૃષ્ટજન્મવેદનીય કર્માશય : જે કર્મ આ જન્મમાં વેદનીય=ભોગવવા યોગ્ય છે, તે દૃષ્ટજન્મવેદનીય કર્માશય છે. અદૃષ્ટજન્મવેદનીય કર્માશય : - જે કર્મ જન્માંતરમાં વેદનીય=ભોગવવા યોગ્ય છે, તે અદૃષ્ટજન્મવેદનીય કર્માશય છે. ૧૧ આનાથી એ પ્રાપ્ત થાય છે કે ક્લેશોને કારણે જીવમાં તે તે કૃત્યો કરવાનો કર્માશય થાય છે અને તેના કારણે પુણ્યરૂપ કે પાપરૂપ કર્મ બંધાય છે અને તે પુણ્યરૂપ કે પાપરૂપ કર્મ કેટલાક આ ભવમાં વેદનીય છે અને કેટલાક અન્ય ભવમાં વેદનીય છે. હવે આ ભવમાં વેદનીયકર્મ કઈ રીતે ફળ આપે છે તે સ્પષ્ટ કરતાં વિપાક આશય બતાવે છે - પાતંજલમતાનુસાર વિપાકાશયનું સ્વરૂપ : તીવ્રસંવેગથી કરાયેલા દેવતા આરાધનાદિ પુણ્યરૂપ કર્મો આ જ જન્મમાં જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ ફળ આપે છે. Jain Education International અહીં પ્રશ્ન થાય કે પૂર્વભવના કર્મને કા૨ણે જાતિ આદિની પ્રાપ્તિ છે તેનું પરાવર્તન આ ભવના કર્મોથી કઈ રીતે થઈ શકે ? તે દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે -- For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004676
Book TitleIshanugrahavichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2009
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy