________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૧
યપિ .... અન્યેયઃ ।। જોકે સર્વે આત્માઓને ક્લેશાદિનો પરામર્શ=સ્પર્શ, નથી તોપણ ચિત્તગત એવા તેઓ=ક્લેશો, તે આત્માના વ્યપદેશ કરાય છે. જે પ્રમાણે યોદ્ધાગત જય-અજય સ્વામીના વ્યપદેશ કરાય છે. વળી આને=ઈશ્વરને, ત્રણે પણ કાળમાં તેવા પ્રકારનો પણ=જે પ્રકારનો અન્ય આત્માઓમાં ઉપચારથી ક્લેશનો વ્યપદેશ કરાય છે તેવા પ્રકારનો પણ, ક્લેશાદિનો પરામર્શ-ક્લેશાદિનો સ્પર્શ, નથી એથી અન્ય જીવોથી આ=ઈશ્વર, વિલક્ષણ છે. 11911
૧૦
* તૂરાનુભૂતસ્યાપિ - અહીં પિ થી એ કહેવું છે કે નજીકના ભવોમાં અનુભવાયેલું તો વાસનારૂપે ચિત્તમાં અવિચલિત રહે છે, પરંતુ ઘણા ભવોમાં વ્યવધાનવાળા દૂરના ભવોમાં અનુભવાયેલ પણ વાસનારૂપે ચિત્તમાં અવિચલિત રહે છે.
* ત્રિપિ તેવુ - અહીં પથી એ કહેવું છે કે ઈશ્વરમાં કોઈ એક કાળમાં તો ક્લેશાદિનો પરામર્શ નથી, પરંતુ ભૂત, વર્તમાન અને ભવિષ્યરૂપ ત્રણે પણ કાળમાં ક્લેશાદિનો પરામર્શ નથી.
* તર્થાવધોત્તિ - અહીં પિથી એ કહેવું છે કે ઈશ્વરને બીજા કોઈ પ્રકારનો તો ક્લેશાદિનો સ્પર્શ નથી, પરંતુ સંસારી જીવોને જેવા પ્રકારનો ક્લેશાદિનો સ્પર્શ છે, તેવા પણ પ્રકારનો ક્લેશાદિનો સ્પર્શ નથી.
ભાવાર્થ:
પાતંજલદર્શનકારો કહે છે કે સંસારવર્તી જીવો યોગના બળથી મોક્ષને પામે છે અને પાતંજલદર્શનકારને અભિમત એવું યોગનું લક્ષણ પૂર્વમાં પાતંજલયોગલક્ષણવિચા૨-૧૧મી દ્વાત્રિંશિકામાં “યોઽશ્ચિત્તવૃત્તિનિરોધઃ" બતાવ્યું અને તે યોગની સિદ્ધિ મહેશના અનુગ્રહથી થાય છે એમ પાતંજલદર્શનકારો કહે છે તે મહેશનું સ્વરૂપ શ્લોકના ઉત્તરાર્ધથી બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે
પાતંજલમત પ્રમાણે ઈશ્વરનું સ્વરૂપ ઃ
ક્લેશ, કર્માશય અને કર્મના વિપાકના આશયથી નહિ સ્પર્શાયેલો એવો પુરુષવિશેષ ઈશ્વર છે.
પાતંજલમત પ્રમાણે ઈશ્વરનું સ્વરૂપ બતાવ્યા પછી તેમના મત પ્રમાણે ક્લેશો શું છે તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org