________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/સંકલના
૧૧
કે ૧૬મી “ઇશાનુગ્રહવિચારદ્વાચિંશિકા'માં આવતા છે
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના.
પાતંજલદર્શનકાર મહેશના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે તેમ કહે છે અને તે મહેશ કેવા છે તેનું સ્વરૂપ શ્લોક-૧થી ૪માં બતાવતાં કહે છે –
જેઓ ક્લેશાદિથી રહિત છે, જેમનું જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ અસાધારણ અને સહજસિદ્ધ છે તેઓ ઈશ્વર છે અને કપલાદિ ઋષિઓના પણ તે ગુરુ છે.
પાતંજલદર્શનકાર ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ કહે છે તે યુક્ત નથી તે ગ્રંથકારશ્રી શ્લોક-પ-કમાં બતાવેલ છે.
જૈનદર્શનકાર ભગવાનની આજ્ઞાના પાલન સ્વરૂપ ભગવાનનો અનુગ્રહ છે તેમ સ્વીકારે છે, તે યુક્તિસંગત છે. તેમ શ્લોક-૭માં બતાવેલ છે.
પ્રણવઆદિના જાપથી અંતરાયો દૂર થાય છે અને પ્રત્યગુ ચૈતન્ય પ્રાપ્ત થાય છે, એમ જે પતંજલિ ઋષિ કહે છે તે સર્વ જિનવચનાનુસાર ભગવાનનો અનુગ્રહ સ્વીકારવાથી સંગત થાય છે તે કથન શ્લોક-૮થી ૧પમાં સ્પષ્ટ કરે
છે.
અહીં શંકા થાય છે કે, ભગવાન વીતરાગ હોવાથી સાક્ષાત્ અનુગ્રહ કરતાં નથી તો તેમના આર્થવ્યાપારથી અનુગ્રહ જૈનદર્શનકાર માને છે તે કેવી રીતે સંગત થાય ? તેની સ્પષ્ટતા શ્લોક-૧૩માં કરેલ છે.
અન્ય દર્શનકારો જે ઈશ્વરની ઉપાસના કરે છે તે પણ પરમાર્થથી સર્વજ્ઞના ઉપાસક છે. નામભેદમાત્રથી તેમનો ભેદ છે તેની સ્પષ્ટતા શ્લોક-૧૭થી ૨૧માં કરેલ છે.
ઈશ્વરના વિષયમાં અનાદિશુદ્ધ આદિ જે ભેદો કલ્પાય છે, તે પણ અસ્થાન પ્રયોગરૂપ છે તેની સ્પષ્ટતા શ્લોક-૨૭-૨૭માં કરેલ છે.
શાસ્ત્રની પરીક્ષા કરીને દૃષ્ટ, ઇષ્ટઅવિરોધી એવા શાસ્ત્રથી જેઓ સમ્યગુ આચરણા કરે છે તે ભગવાનની આજ્ઞાના પાલનરૂપ છે અને તે જ ઈશ્વરનો અનુગ્રહ છે, તેની સ્પષ્ટતા શ્લોક-ર૯માં કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org