________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/સંકલના
ભગવાન મોક્ષમાં ગયા પૂર્વે જગતના જીવોનો જે અનુગ્રહ કરવા જેવો હતો તે સર્વ એકી સાથે કર્યો છે, અને તે અનુગ્રહ મોક્ષપથના પ્રદાનરૂપ છે, તેથી જે જીવો મોક્ષપથના પરમાર્થને જાણીને જિનવચનાનુસાર મોક્ષપથને સેવે છે તે ઈશ્વરનો અનુગ્રહ છે, તેમ શ્લોક-૩૦માં કહેલ છે.
૧૨
જૈનદર્શનમાં પણ કેટલાક અર્ધવિચારક જીવો માને છે કે, ભગવાન પાસે પ્રાર્થના ક૨વાથી ભગવાન આપણને મોક્ષપથ આપશે, તે પ્રાર્થનાથી અનુગ્રહ થાય નહિ, પરંતુ શક્તિ અનુસાર ભગવાનની આજ્ઞાના પાલનથી જ અનુગ્રહ થાય છે તેની સ્પષ્ટતા શ્લોક-૩૧માં કરેલ છે.
ઈશ્વરના અનુગ્રહના સારરૂપે છેલ્લે શ્લોક-૩૨માં કહ્યું કે, જેઓ ઈશ્વરના અનુગ્રહને માને છે, તેમણે ભગવાનના ગુણના રાગપૂર્વક ભગવાને જે માર્ગ બતાવ્યો છે તેને શક્તિના અતિશયથી સેવવો જોઈએ તો ઈશ્વરનો અનુગ્રહ
પ્રાપ્ત થાય.
છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં માંગું છું.
વિ. સં. ૨૦૬૪, આસો સુદ-૧૦,
તા. ૯-૧૦-૨૦૦૮, ગુરુવાર, ૩૦૨, વિમલવિહાર,
સરસ્વતી સોસાયટી, પાલડી,
અમદાવાદ ૭.
Jain Education International
(5)
事
– પ્રવીણચંદ્ર ખીમજી મોતા
For Private & Personal Use Only
www.jainelibrary.org