________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/પ્રસ્તાવના બતાવતાં કહે છે કે ભગવાનના જપથી બાહ્ય વ્યાપારના રોધ દ્વારા અંતર્યોતિવિસ્તારમય પ્રત્યક્ચૈતન્ય થતું અમને સંમત છે. એ પ્રમાણે શ્લોક-૧૪માં બતાવેલ છે.
ભગવાનના જપથી કઈ ભૂમિકાનું પ્રત્યચૈતન્ય પ્રગટે છે. તે બતાવતાં કહે છે કે યોગના અતિશયથી ઈશ્વરનો જપ સ્તોત્રથી કોટિગુણ કહેવાયો છે અને બુધપુરુષો વડે યોગદૃષ્ટિથી ધ્યાનની વિશ્રાંત ભૂમિકા જોવાઈ છે. એ પ્રમાણે શ્લોક-૧પમાં બતાવેલ છે.
માધ્યથ્યનું અવલંબન કરીને જ દેવતાવિશેષની સેવા સર્વ બુધો વડે ઇષ્ટ છે જે કારણથી કાલાતીતે પણ કહ્યું છે અને કાલાતીતે શું કહ્યું છે ? તે બતાવતાં કહે છે કે ઉપાય એવા દેવતાના નામ આદિનો ભેદ હોવા છતાં પણ મુક્તઅવિદ્યારિવાદી એવા અન્ય તીર્થાતરીઓનો પણ તત્ત્વથી અમે કહેલ – કાલાતીતે કહેલ, માર્ગ વ્યવસ્થિત છે. એ પ્રમાણે શ્લોક-૧૬/૧૭માં બતાવેલ છે:
અન્ય તીર્થાતરીઓને પણ દેવતાવિષયક ઉપાસના માટે એકવિષયપણારૂપે કાલાતીતે કહેલ માર્ગ વ્યવસ્થિત છે. એ કથનને સ્પષ્ટ કરતાં કહે છે કે જે કારણથી મુક્ત, બુદ્ધ, અરિહંત વગેરે ઐશ્વર્યથી સમન્વિત હોય તે કારણથી મુક્તાદિ જ કાલાતીત વડે કહેવાયેલ ઈશ્વર થાય. મુક્તાદિકથનમાં સંજ્ઞાભેદ છે એ પ્રમાણે કાલાતીતે શ્લોક-૧૮માં બતાવેલ છે.
પર કલ્પિત વિશેષના નિરાકરણ માટે કાલાતીત કહે છે કે ઈશ્વરના તે તે તંત્રાનુસારથી અનાદિશુદ્ધ ઇત્યાદિ જે ભેદ કલ્પના કરાય છે તે પણ નિરર્થક છે એમ હું=કાલાતીત માનું છું. અને ઈશ્વરના અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદની કલ્પના કેમ નિરર્થક છે, તે બતાવતાં કહે છે કે વિશેષનું અપરિજ્ઞાન હોવાથી, યુક્તિઓનો જાતિવાદ હોવાના કારણે પ્રાય: વિરોધ હોવાથી જ અને ભાવને આશ્રયીને ફળનો અભેદ હોવાથી અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદની કલ્પના નિરર્થક છે. એ પ્રમાણે શ્લોક-૧૮/૧૯ભાં બતાવેલ છે.
સંસારના કારણરૂપે પણ સર્વદર્શનકારોની માન્યતા સમાન છે. ફક્ત સંસારના કારણના તેઓ નામભેદ કરે છે તે નિરર્થક છે, એ બતાવતાં કહે છે કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org