________________
ઈશાનગૃહવિચારદ્વાત્રિશિકા/પ્રસ્તાવના કારણથી અવિદ્યા, ક્લેશ, કર્માદિ ભવના કારણ છે તે કારણથી ભવનું કારણ પ્રધાન જ=પ્રકૃતિ જ, સંજ્ઞાભેદને પામે છે અને ભવના કારણમાં પણ કાલાતીતથી અન્ય દર્શનકારો વડે પરિકલ્પિત વિશેષના નિરાકરણ માટે કાલાતીત કહે છે કે પ્રધાનનો પણ તે તે દર્શનના ભેદથી તે તે પ્રકારે ચિત્ર ઉપાધિવાળો ભવના કારણથી જે અપરભેદ જોવાયો છે, તે પણ બુદ્ધિમાનોને અતીત હેતુઓથી પ્રયોજન રહિત છે. એ પ્રમાણે શ્લોક-ર૧/૨૨માં બતાવેલ છે.
ઈશ્વરમાં અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદની કલ્પના અને ભાવના કારણે કર્મમાં મૂર્તત્વ-અમૂર્તવાદિરૂપ ભેદની કલ્પના નિરર્થક છે, તેથી વળી દેવાદિ-વિશેષનો ગ્રાહક અનુમાનનો વિષય સામાન્ય હોવાથી દેવાદિગત વિશેષની વિચારણા એ અસ્થાનપ્રયાસ છે. એ પ્રમાણે ગ્રંથકારશ્રીએ શ્લોક-૨૩માં બતાવેલ છે.
આ રીતે શ્લોક-૧૭થી ૨૩માં વર્ણન કર્યું એ રીતે, ભવના કારણમાત્રના જ્ઞાનથી ભવના કારણને દૂર કરવા માટે, ગુણવાન પુરુષવિશેષનું આરાધન કરવું જોઈએ. વળી વિશેષવિમર્શ નિપ્રયોજન છે, એ પ્રમાણે કાલાતીત મત વ્યવસ્થિત છે અને પૂર્વમાં કાલાતીત મત બતાવ્યો એ અમને પણ=જૈન સિદ્ધાંતકારને પણ, વિશેષવિમર્શમાં અસમર્થપુરુષના સ્વઆગ્રહના છેદ માટે સામાન્ય એવા યોગની પ્રવૃત્તિ અર્થે અનુમત છે. વળી કદાગ્રહ વગરના તત્ત્વના પરીક્ષક એવા અન્યનો શાસ્ત્રાનુસારથી ઈશ્વરવિષયક અને ભવના કારણવિષયક વિશેષ વિમર્શ પણ ભગવાનની વિશિષ્ટ ઉપાસનારૂપપણું હોવાના કારણે અશ્રદ્ધામલના ક્ષાલનથી વિશિષ્ટ નિર્જરાનો હેતુ છે; કેમ કે વિશેષ વિમર્શ તત્ત્વજ્ઞાનગર્ભ વૈરાગ્યનો જીવાતુ છે, એથી ઈશ્વરવિષયક કે ભવના કારણવિષયક વિશેષવિમર્શનું કાલાતીત કહે છે, તેમ સર્વથા વિફળપણું નથી, એ પ્રકારના અભિપ્રાયવાળા ગ્રંથકારશ્રી કહે છે કે આ કાલાતીતનો મત પરમાર્થના બોધ વગર સ્વ-સ્વદર્શનના આગ્રહરૂપ કુચિતિકાના ત્યાગ માટે શાસ્ત્રાનુસારી તર્કથી અર્થની સિદ્ધિ થવાથી નામભેદનો અનભિનિવેશ હોવાને કારણે પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજાને પણ અંગીકૃત છે. આ સર્વ કથનથી એ સ્પષ્ટ થાય છે કે તત્ત્વાર્થની સિદ્ધિમાં નામમાત્રનો ક્લેશ યોગનો પ્રતિપંથી છે, પરંતુ ધર્મવાદથી વિશેષવિમર્શ યોગનો અપ્રતિપંથી છે. એ પ્રમાણે શ્લોક-૨૪માં બતાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org