________________
.
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/પ્રસ્તાવના
જે યોગીઓ દૃષ્ટ, ઇષ્ટ અર્થના અવિરોધી એવા શાસ્ત્રથી સમ્યગ્ આચરણા કરે છે તેમને ઈશનો અનુગ્રહ થાય છે એમ શ્લોક-૨૯માં બતાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે, વીતરાગ સર્વજ્ઞ ભગવાન તો કોઈ જીવ ઉપર અનુગ્રહ કે કોપ કરતાં નથી, તેથી દૃષ્ટ-ઇષ્ટ અવિરોધી એવા શાસ્ત્રથી સમ્યગ્ આચરણા કરનારા યોગીઓ ઉપર ઈશ્વરનો અનુગ્રહ થાય છે તેમ કેમ કહી શકાય ? આ પ્રકારની શંકાના સમાધાનમાં ગ્રંથકારશ્રી ઉપાધ્યાય મહારાજ કહે છે કે સર્વ તીર્થંકરોએ જગતના યોગ્ય જીવોને સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રમય મોક્ષમાર્ગ આપીને અનુગ્રહ કર્યો છે. અને જે જીવો સ્યાદ્વાદન્યાયથી સંગત એવા શાસ્ત્રથી સમ્યગ્ આચરણા કરે તે જીવો ઉપર મોક્ષમાર્ગની પ્રાપ્તિરૂપ ઈશનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્લોક-૩૦માં બતાવેલ છે.
અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલ જીવો ચ૨માવર્તમાં આવે છે અને ચ૨માવર્તમાં ચ૨મયથાપ્રવૃત્તિકરણની પ્રાપ્તિ થયા પછી અપૂર્વક૨ણ અને અનિવૃત્તિકરણના અધ્યવસાયથી જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અને સમ્યગ્દષ્ટિજીવનું સ્વરૂપ ૧૫મી સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકામાં બતાવ્યા પછી પ્રસ્તુત ૧૬મી ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકામાં જીવને પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ ભગવાનના અનુગ્રહથી નિર્વાહ પામે છે તે સમ્યક્ત્વનો નિર્વાહક ઈશાનુગ્રહ શું છે ? તેની વિચારણા કરતાં પ્રસ્તુત બત્રીશીનો ફલિતાર્થ એ પ્રાપ્ત થાય છે કે ભગવાન કોઈ ઉપર સાક્ષાત્ અનુગ્રહ કરતાં નથી કે નિગ્રહ કરતા નથી, તોપણ વીતરાગ પ્રત્યેનો રાગ અને વીતરાગના માર્ગ પ્રત્યેનો રાગ આત્મામાં પ્રગટ થયેલા સમ્યક્ત્વના નિર્વાહક છે, તેથી ઉપચારથી ભગવાનનો અનુગ્રહ સમ્યક્ત્વનો નિર્વાહક છે એમ કહેવાય છે. માટે વીતરાગ પ્રત્યે અને વીતરાગના માર્ગ પ્રત્યે દૃઢ રાગ કેળવીને ભગવાનની આજ્ઞાના પાલનથી ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે, તેથી જે જીવો શાસ્ત્રને અવલંબીને સ્વશક્તિ અનુસાર આચરણમાં યત્ન કરતાં નથી અને માત્ર ભગવાનની ભક્તિથી ભગવાન પાસે યાચના કરે છે તેમને ભગવાન સાક્ષાત્ કાંઈ આપનાર નહિ હોવાથી તેમના ઉપર ભગવાનનો અનુગ્રહ થશે નહિ. તે બતાવતાં કહે છે કે પ્રાપ્ત એવા અન્ય ધર્મનું પાલન જેઓ કરતા નથી અને ભગવાન પાસે યાચના કરે છે એવા વિહ્વળ પુરુષોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org