________________
માંથી મેળવી શકશે. ગાંધીજીએ સવિનય કાનૂનભંગ, અસહકાર અને સત્યાગ્રહ શબ્દો યોજ્યા છે. શુદ્ધિપ્રયોગમાં ગુનેગારની સામાજિક પ્રતિષ્ઠા તોડવી, લોકશાહીમાં માનનારી સંસ્થાની રક્ષા કરવી, લકથાહી કાનનને ભંગ ન કરવો વગેરે શબ્દો યોજાયા છે. સત્યાગ્રહમાં મોટે ભાગે તપ વ્યકિતગત હતું, શુદ્ધિપ્રયોગમાં વ્યક્તિગત ઉપરાંત ખાસ તો સમૂહગત છે. અને એકલી અંતઃ પ્રેરણું નહીં પણ અંતઃ પ્રેરણું ઉપરાંત સંસ્થાગત સંચાલનની અનિવાર્યતા રહેશે. આ બધી બાબતો ખૂબ વિગતે વિચારીને વાચકોએ આ માર્ગે આગળ વધવાનું છે. વાસ્તવિકતાએ જોતાં તે આ પ્રયોગને જાત અનુભવ સુસંસ્થા તત્વને સામે રાખીને થશે, તેટલે અંશે આ પ્રયોગોમાં રહેલી અપરંપાર ખૂબીઓનું દર્શન થઈ શકશે. મારી નમ્ર પ્રાર્થના એ છે કે “નવું' માની આ સાધનને કેઈપણ અવમણે નહીં, બલકે જૂનાનું યુગાનુકુલરૂપ માની તેમાં પિતાથી બનતો સહયોગ આપે. અહિંસા પરમોધર્મની પ્રતીતિ તેમને તેમાંથી થયા વિના નહીં જ રહે. ઘરથી માંડીને જગત સુધી તથા નાનાથી માંડીને વિશ્વવ્યાપી પ્રશ્ન લગી તેમાંથી લડવાનું અને છતાં અંતરથી વધુ નજીક ભેટવાનું અદ્ભુત સમન્વયકારિદર્શન પણ એમાંથી જ થશે.
સેહના, તા. ૮-૬-૬૩
સંતબાલ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com