Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 10
________________ તરીકે રહ્યા. મહાવીર બુદ્ધયુગે કેાઈ સાધુસાધ્વીને યુદ્ધમેદાનમાં નિઃશસ્ત્રી પ્રેરક તરીકે પણ હાજર ન રહેવું પડ્યું. માત્ર સાધુના અગત્યના અંગરૂપ શ્રમણોપાસક (એટલે કે ગૃહસ્થાશ્રમી શ્રાવક)થી કાર્ય ચાલ્યું. ગાંધીયુગે ગાંધીજીની રાહબરી તળે ભારતવાસી ભાઈબહેનોએ દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં પરિપૂર્ણ હથિયારોવાળા શાસનકર્તા સાથે સામુદાયિક અહિંસાનું યુદ્ધ કર્યું. તેમ જ તેમાં વિર્ય પણ મેળવ્યો. ગાંધીજી ગયા બાદ સામુદાયિક અહિંસાની પ્રક્રિયા સ્થગિત થઈ હતી. પણ ભાલનાકાંઠા પ્રગમાંથી પાછી એ સ્થિગિત થયેલી પ્રક્રિયા ચાલુ થઈ છે. અલબત્ત એણે લગભગ સર્વ પ્રયોગમાં સફળતા મેળવી છે. પરંતુ વ્યાપક પ્રશ્નોમાં જેટલા પ્રમાણમાં એને વ્યાપક અનુબંધ હોય, તેટલા પ્રમાણમાં તાત્કાલિક અસરકારકતા દેખાય તે એકાદ પ્રશ્નમાં દેખાઈ નહતી અને હજુ દેખાઈ નથી. સાણંદનાં ઋષિબાલમંદિરનાં નાણાંની ઉચાપત એનાં લાગતા વળગતા પાસેથી જે રીતે મળી જવી જોઈએ તે હજુ મળી નથી. પણ મને ગળાડૂબ ખાતરી છે કે જે સંપૂર્ણ સફળતા અસરકારક રીતે પાર પડી નથી તે પાર પડયે જ રહેશે. દેશના અને આંતરરાષ્ટ્રીય બધા પ્રકારના અન્યાય સામે શુદ્ધિ પ્રયોગ જે સમસ્ત અનુબંધ સાથે થાય, તો તેમાં વિજય વિષે તલભાર શંકા થઈ શકે તેમ નથી. ચીનના હૂમલાનું ન્યાયી નિરાકરણ કરવાની પણ તેમાં ત્રેવડ રહેલી છે. શુદ્ધિપ્રયોગનું ખેડાતું શાસ્ત્ર જેમ જેમ અચરતું જશે, તેમ તેમ એની અનંતાનંત છુપાયેલી શક્તિઓ બહાર આવતી જશે અને વિશ્વની માનવજાતને વલ્લમ અને આચરણીય બનતી જશે. આમ માનીને આ પુસ્તકમાં એને લગતાં પ્રવચને પ્રગટ થાય છે. એક અગત્યની વાત એક અગત્યની વાત ખાસ યાદ રાખવા જેવી છે – સામુદાયિક અહિસાના પ્રયોગ ચાહે તેટલા પવિત્ર ભાવે અને અરાગદ્વેષ વૃત્તિએ અચરાય છતાં વિભૂતિરૂ૫ વ્યક્તિના તેવા પ્રયોગોમાં જે સ્થળ અને સમ બન્ને પ્રકારની અહિંસા સચવાય છે, તેમાં કંઈ કચાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 212