Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 9
________________ માફ કથન જૈન આગમોના સારરૂપ “તત્ત્વાર્થાધિગમ' નામનું સૂત્ર છે. તેના કર્તા ઉમાસ્વાતિવાચક છે. આ સૂત્ર સદ્ભાગ્યે દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી અને તેરાપંથી એમ બધાય જેનરિકાઓને માન્ય છે. તેમાં એક સૂત્ર છે – “પરસ્પરોપગ્રહે જીવાનામ” એટલે કે પારસ્પરિક ઉપયોગી થવું એ જીવમાત્રનું મૂળ લક્ષણ છે. વાત સાચી છે. ગમે તેવાં સાધને સાથે એકલા માનવને છોડી દે. તેને ચેન પડવાનું નથી. એટલે પ્રાણીમાત્રમાં પણ માનવપ્રાણ એવું છે કે તેને બીજા માનવતાથી વિના ચાલતું નથી. આમાંથી નરનારીના લગ્નથી કુટુંબ રચના શરૂ થઈ અને ધીરેધીરે કુળ, ગામ, દેશ અને માનવજગતના સંબંધો બંધાયા તથા વિકસ્યા. ભારત જ એક એવો ઘડાયેલે દેશ છે કે જ્યાં માત્ર માનવજગત સાથે જ નહીં, બલકે પ્રાણજગત સાથેના મીઠા મધુરા સંબંધની વાત આવે છે. બીજાં પ્રાણીઓ કરતાં માનવ સાથેના માનવસંબંધોમાં જેમ વધુ મધુરતા રહેલી છે, તેમ વધુ કટુતા પણ ઊભી થવાના પ્રસંગે વારંવાર જન્મી શકે છે. ઘણીવાર તે કટુતા સીધી પરસ્પરને વ્યક્તિગત સ્પર્શે છે. કેટલીક વાર તે વ્યકિતગતસ્પર્શતા પ્રશ્નની પાછળ કઈ મહાન આદર્શ પણ હોય છે. ત્યાં પણ મૌલિક મધુરતા જાળવવી અને કટુતા નિવારણ કરવું, એ કાર્ય ઘણું અટપટું અને કઠણ બને છે. છતાં જગત જેનાથી કે છે, તે સત્ય, પ્રેમ અને ન્યાયના મૂળ સિદ્ધાંત માટે તે પાર પાડવું પડે છે. ઠેઠ રામકાળથી ભારતમાં એ પ્રણાલિ ચાલી આવી છે. તેથી જ તે ભારતમાં સામુદાયિક અહિંસાને પ્રયોગ થઈ શક્યો હતો, રામ અને રાવણ વચ્ચે ખૂનખાર જંગ ખેલાશે અને છતાં મરતી વખતે રાવણનું તેજ રામના હૈયામાં પેઠું. એટલું જ નહીં રાવણનાં નજીકનાં જનેના • સંબંધે પણ રામ સાથે મધુર રહી શકયા. કૃષ્ણયુગે નિઃશસ્ત્રી પ્રેરક બંધની શરૂઆત થઈ. મતલબ કે કૃષ્ણ યુહમાં હાજર રહ્યા, પણ નિઃશસ્ત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 212