Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
તે બધાની પાછળ પણ માનવ ઐક્યની પ્રચુર ભાવના હતી. તે સ્ત્ર બ્રાહ્મણમાં કહ્યું છે કે ભારતના પ્રાચીન રાજાઓ જ્યારે તમામ રાજાઓ ઉપર પિતાનું ચક્રવર્તીપણું કે શ્રેષ્ઠતા સાબિત કરવા દિગ્વિજય કરતા, ત્યારે તેમાં તેમની માત્ર રાજ્યાભિલાષા જ નહોતી રહેતી પણ ધર્મ અને સંસ્કૃતિની વૃદ્ધિને આદર્શ પણ રહેતા હતા. રાજસૂય યજ્ઞો પણ પિતે શક્તિશાળી છે એમ બતાવવા માટે નહીં, પણ નિર્બળ પ્રજા ઉપર સબળોના અત્યાચાર અને અન્યાય દુર કરવા માટે તેમજ પ્રજાકીય ઐક્ય સાધવા માટે થતા હતા.
આર્યોની પરંપરામાં મળેલી સંસ્કૃતિને ભારતે પિતાની દેશરૂપી વૈજ્ઞાનિક પ્રયોગ શાળામાં અનેક જાતિઓનું ઉદારતાપૂર્વક સંમિશ્રણ કરી પિતાની આગવી સંસ્કૃતિ ઘડી છે, તેમજ સમસ્ત દુનિયાને એક યા બીજી રીતે પિતાની આગવી સંસ્કૃતિનો પાઠ શીખવ્યું છે. સમસ્ત જગત ઉપર આજે જે વિચારોને પ્રવાહ વહી રહે છે તેના મૂળમાં ભારતીય સંસ્કૃતિની અસર જરૂર હશે. ભાસ્તીય સંસ્કૃતિને વહેતે પ્રવાહ
જુદી જુદી પ્રજાઓ ઉપર; તેમની સંસ્કૃતિ કે ધાર્મિક વિચારણાના ઘડતરમાં ભારતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણે ભાગ ભજવ્યો છે. એનાથી જ હિંદના તક્ષશિલા અને નાલંદા જેવી વિશાળ વિદ્યાપીઠમાં સુદર દેશના વિદ્યાર્થીઓ માત્ર જ્ઞાનપ્રાપ્તિ માટે જ નહીં, ભારતીય સંસ્કૃતિને અભ્યાસ કરવા માટે આવતા હતા. અહીંથી જ્ઞાન અને સંસ્કૃતિને ભંડાર લઈ જઈને પોતાના દેશમાં ઠાલવતા.
એશિયા એ વખતે જંબુદીપ ગણુત અને ભારત તેના દરેક પ્રકારના વિકાસનું ઉદ્દગમ સ્થાન ગણાતું. અહી શેણુ નદી અને ગંગા નદીના તટે પાટલીપુત્રમાં વહાણે લાંગરતા. અહીંના વહાણે સદર પૂર્વના દીપ સુધી જતાં ચંપા નગરીના પાલિત, અહંનક જેવા ઘણું શ્રાવકોનું વર્ણન જૈન શાસ્ત્રોમાં મળે છે કે તેઓ વિદેશમાં પિતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com