Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
એટલું બધું જોર અપાઈ ગયું કે તટસ્થતા ગાણ થતાં, ભૂત-પરસ્તી (મૂર્તિ પ્રજા) ઉપર તૂટી પડવાનું થયું. પરિણામે તે સમાજ ઝનૂનના માર્ગે દેરો. ત્યાં તાદામ્ય અને તટસ્થતાની સમતુલા તૂટી પડી.
ત્યારે શંકરાચાર્યજીએ બધા દે વચ્ચે એક દેવ-દેવી શંકરપાર્વતીને મૂક્યા. અનેક દેવદેવીઓની પૂજા પાછળ તે મૂળે મઠાને વાધે હતો. તેમણે કહ્યું વધારાના દેવને કાં પાલખીમાં રાખે, કાં પીપળા નીચે રાખે. એક દેવથી સંતોષ ન થાય તે પાંચને પૂજે ! તેમના એ પ્રયત્નથી બે કાર્યો થયાં – (૧) વિકેન્દ્રીકરણ (૨) ક્રમિક પૂજા ભૂમિકા. પહેલાં પાંચ દેવની ઉપાસના, પછી એક દેવની ઉપાસના અને છેવટે અવ્યકત બ્રહ્મમાં લીન થઈ જવાનું. આ તે સમજવા જેવી વાત છે. પણ તે વાત લોકોને ગળે ઊતરી કારણ કે અહીંની પ્રજા તાદામ્ય અને તટસ્થતા અને ઘડાયેલી હતી.” કેટલાક પ્રસંગે :
શ્રા. દેવજીભાઈએ બેએક પ્રસંગે વર્ણવ્યાં. એક તો એ કે – એક ખેડૂત મંડળના આગેવાન ખેડૂતને એક માલધારી સામે પૂર્વગ્રહ હતા. એક વાર એના એરડાના છેડનું ભેખાણ તે બેડિંગની ગાયોએ કરેલું; પણ તેમાં પેલાનાં ઢેર આવતાં કેસ કર્યો. શરમાશમીએ બે ખેડૂતોએ ઘર બેઠા પંચક્યાસ કર્યો અને સાઠ રૂપિયા દંડ નાખ્યો.
ખેડૂત મંડળ આગળ કેસ આવ્યો. પણ તેણે પંચક્યાસ કરનારનું સાચ લીધું. ગામના ચેકિયાતનું સાચું કઢાવીને માત્ર નામના નુક્સાન બદલ પાંચ રૂપિયા આપવાનું નક્કી કર્યું. વકીલે પેલા ખેડૂતને ભંભેર્યો કે “આ ખેડૂત મંડળ તમારું ઉધું જ મારશે. તમારે કેસ લાવો મારી પાસ”
અદાલતમાં કેસ ગયા, પંચનામાવાળા બે ખેડૂત પૈકી એક તે સચ્ચાઈની વફાદારીના બદલે ખેડૂતની શરમે દોરાઈ કોર્ટમાં હું બે. વકીલના કહેવાથી ખેડૂતે ખોટો મુદ્દામાલ હાજર ક;િ એ ૪૭૫
એરંડાના મૂળિયાં હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com