Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૮૦
એક કાળે ભચાઉ અને તેની આસપાસના લોકો સંગઠિત ન હતા. ભાલ નળકાંઠા પ્રયોગના અન્વયે નૈતિક ગ્રામસંગઠનની ભૂમિકા વિચારાતી હતી. ત્યારે પરિસ્થિતિ એવી હતી કે ખેડૂતને બાંધીને-મારીને ગામનાં દાંડ તો પૈસા પડાવતા હતા. બહેનની ઈજ્જતની સલામતિ પણ ન હતી. એવા સમયે થોડાક માણસોએ મળીને વિચાર કર્યો કે લાયસન્સ લઈને બંદૂક રાખવી. તાજા ખૂનીઓ પણ નિર્દોષ છૂટી ગયાના સમાચાર મળ્યા. તેથી સહુ અકળાઈ ઊઠયા હતા. તે વખતે વિશ્વવાત્સલ્યમાં આવેલ રામાયણ મહાભારતના લોકો વાંચી વિચાર આવ્યો કે “ગુડા કે દાંડ માણસે સમાજમાં પાકે તેમાં અમારો પણ કંઈ ફાળે છે કે નહીં ?
તે ઉપર વિચારતાં પ્રત્યાક્રમણ શસ્ત્રથી કરવું કે રાજ્યાશ્રયે જવું એ બન્ને વિચાર આવ્યા. પણ અંતે અહિંસાને જ વિચાર કર્યો અને યોગાનુયોગે જેમના દીકરા આવું ગુંડાગીરીનું કામ કરતા હતા તેમણે જ ફરિયાદ કરી. તેમણે પિતાના દીકરાઓને ઠેકાણે લાવવા માટે કહ્યું.
તમે કહેશે, તેમ કરીશ.” તેમણે કહ્યું. તેમનું દિલ આમ પલાવ્યું. મેં તેમના દીકરાને દુકાને બોલાવ્યા અને સરખી રીતે ચાલવા કહ્યું અને તેઓ માન્યા. બીજી તરફ ખેડૂત મંડળ પણ થયું. પ્રમ આવતા ગયા અને ઉકેલાતા ગયા. અને મને લાગે છે કે અનાજમણુક હૃદયપલટો; શસ્ત્ર તથા ડંખ વગરનું બલિદાન એ ત્રણેય બાબતે શુદ્ધિપ્રયોગને સંપૂર્ણ રૂપ આપી દે છે. આમાં સર્વાગી દષ્ટિવાળે સાધુસમાજ ભેગ આપે તે એક નવું જ કાર્ય ખિલી નીકળે
શ્રી. પૂજાભાઈ: મુનિશ્રીએ સવારે કહ્યું તેમ ભારતીય સંસ્કૃતિનાં અનાક્રમણનાં તો અહીં અવશેષ રૂપે પડયા છે. મહાભારત-રામાયણથી લઇને ગાંધીયુગ સુધીમાં તેના ઘણું દાખલાઓ મળી શકે છે. ગાંધીજીએ
વ્યકિતગત રીતે અહિંસક પ્રત્યાક્રમણે રાગદ્વેષથી તદ્દન રહિત આચર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com