Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 233
________________ ૨૧૬ સર્વ પ્રથમ તે આપણું પ્રધાન પંડિત નેહરને શીલનિષ્ઠાની વાત એકાએક ગળે નહીં ઊતરે ! તેમણે જાતે એ આચરી બતાવ્યું છે. કમલા નેહરુ પછી તેઓ કોઈને ન પરણ્યા–તેમના માટે કન્યાઓને તો ન હતો પણ પત્નીના પ્રતીક રૂપે પિતાની પુત્રીને જ સાથે રાખી; અને દેશના ઘડતરમાં પોતાનું જીવન એવું ખૂપાવી દીધું કે લગ્ન કે એવી બાબતે તેમને સ્પર્શતી જ નથી. આમ બ્રહ્મચર્ય પાળવાનું તેમના માટે સહજ બન્યું; પણ એ વાત તેમને વૈજ્ઞાનિક ઢબે કહેવામાં આવે તે જ તેઓ માને તેમ છે. બ્રહ્મચર્ય વગર એ એકાગ્રતા ન આવે જે વૈજ્ઞાનિકોના જીવનમાં જોવામાં આવે છે. પણ તેને વહેવારિક બનાવવા માટે આજના વૈજ્ઞાનિકો કેટલે અંશે સહમત થશે એ પ્રશ્ન છે. તે છતાં પણ. શીલનિષ્ઠા એ આજના આખા વિશ્વને પ્રશ્ન બન્યો છે. કારણકે મુકત સહચાર વ્યભિચારનું રૂપ લે ત્યારે એના આધારે કોઈપણ માનવસમાજ આગળ વધીને ઉન્નતિ ન કરી શકે. એટલે આજે વિશ્વ આગળ બ્રહ્મચર્ય અને શીલનિષ્ઠાની રજુઆત વૈજ્ઞાનિક રીતે કરવાની રહેશે. મુકત સહચારના દુષ્ટ પરિણામોએ એ ભૂમિકા તૈયાર કરી છે તે તે તરફ આગળ વધવું રહ્યું. ઘરઆંગણે આપણા દેશમાં પણ બ્રહ્મચર્ય અને શનિષ્ઠા અને નવું વાતાવરણ સર્જવું પડશે. પહેલાં દીકરી વિધવા થતી કે ઘરમાં વિધવા પુત્રવધુ રહેતી તે માતા-પિતા પોતે વિવેક કરીને સંયમ તેમજ સાદાઈનું વાતાવરણ રાખવા કાળજી સેવતા. આજે એવા માતા-પિતા જજ જોવા મળે છે, વિશ્વ વાત્સલ્યમાં થોડા વર્ષો પહેલાં એક તાજો બનેલો પ્રસંગ કરેલો. એક માતા-પિતાની ૧૬ વર્ષની દીકરી, છ મહીનામાં એકાએક વિધવા થઈ જાય છે. તેમને તાર મળે છે કે “ભાઈનું (જમાઈ) મૃત્યુ થયું છે.” મા-બાપે દીકરીની ઈચછા જાણી. તે ઘાયર્ય પાળવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244